મુખ્યમંત્રીના નિવાસસ્થાને આત્મ વિલોપનની ચીમકી આપનાર મહિલાની અટકાયત

July 20, 2018 at 3:19 pm


શહેરના મોરબી રોડ પર આવેલ રામપાર્કમાં છેલ્લા કેટલાક વર્ષથી ઝુંપડુ બાંધી રહેતા 50થી વધુ પરિવારને ધમકી આપી જમીન ખાલી કરાવવાના પ્રકરણમાં ભરવાડ શખસ તેમજ પોલીસ સામે પગલા લેવા આક્ષેપ કરી મહિલાએ સામુહીક મુખ્યમંત્રીના નિવાસ સામે આત્મ વિલોપનની ચીમકી આપતા બી-ડીવીઝન પોલીસે મહિલાની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મોરબી રોડ પર આવેલ રામપાર્કમાં છેલ્લા કેટલાક વર્ષથી ઝુંપડા બાંધી રહેતા પરિવારને જમીન ખાલી કરાવવા માટે જમીનના માલીકે ભાડુતી માણસો ભરવાડ શખસ તેમજ બી-ડીવીઝન પોલીસ ધમકી આપતા હોવાના આક્ષેપ સાથે નવનિયુકત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને રજૂઆત સાથે લેખીતમાં ફરિયાદ કરી હતી.

પરંતુ આ જમીનના માલીકે પોલીસ બંદોબસ્ત સાથે રાખી ફેન્સીગ કરાવતા હોવાનું બહાર આવતા રામપાર્કમાં રહેતા બેનાબેન દોલુભાઈ શિયાળીયાએ પોલીસ તેમજ જનક ભરવાડ નામના શખસ સામે પગલા લેવા સામુહીક આત્મ વિલોપનની ચીમકી આપતા બી-ડીવીઝન પોલીસે બેનાબેન શિયાળીયાની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL