મુખ્યમંત્રીના ભત્રીજા અને તેના પત્નીને અકસ્માતમાં ઇજા

December 2, 2019 at 4:21 pm


Spread the love

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી ના ભત્રીજા અમિનેશ રુપાણી અને તેના પત્ની વીમીબેનને આજે અમદાવાદ નજીક બગોદરા પાસે અકસ્માત નડતા બંનેને સારવાર માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવેલ છે.હાલ બંનેની તબિયત સારી હોવાનું હોસ્પિટલના સૂત્રો જણાવી રહ્યા છે.
મૂળ રાજકોટ ખાતે રહેતા અમિનેશભાઈ કામ સબબ ગાંધીનગર જતા હતા ત્યારે બગોદરા પાસે સામેથી આવી રહેલી ઈનોવા કાર સાથે તેની મોટર અથડાતા મોટરને ભારે નુકસાન થયું છે.પરંતુ અમિનેશભાઈ અને તેના પત્નીને સામાન્ય ઇજા થવાથી ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી છે. બંનેની હાલત સુધારા પર છે તેમ હોસ્પિટલના સત્તાવાળાઆે જણાવી રહ્યા છે. બપોરે સજાર્યેલી અકસ્માતની આ ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહાેંચી ગઇ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે સીએમઆેમાં જાણ થતાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીને જાણ કરવામાં આવતા તેમણે ખબર અંતર પૂછયા હતા.