મુખ્યમંત્રીનો પીએ છું કહી 20 હોટલમાં મફત મિજબાની માણનાર ઝડપાયો

April 22, 2019 at 10:51 am


જુદા જુદા રાજ્યના મુખ્ય મંત્રીના પીએ તરીકેની ઓળખાણ આપી અને દેશની 20 ફાઇવ સ્ટાર હોટલમાં બુકિંગ કરાવી અને મફતની જ્યાફત માણનાર ઢગ સુરત ખાતેથી ઝડરપાઈ ગયો હતો. મૂળ પંજાબના મોહલાની આ શખ્સે સુરતની હોટલ ગેટવેમાં રાજસ્થાનની એક યુવતી સાથે આવી અને રૂમ બુક કરાવ્યો હતો ત્યારે પોલીસે ઝડપી પાડ્યો હતો.

પંજાબના મોહાલીનો રહેવાસી ભાલિન્દર પાલ સિંહ યુવતીને સીએમ ઓફિસમાં નોકરી અપાવવાની લાલચ આપી અને હોટલમાં લઈ આવ્યો હતો તેણે સુરતની હોટલમાં જણાવ્યું હતું કે હું જયપુર સીએમઓ ઓફિસમાંથી બોલું છું બે સ્ટાફ માટે એક રૂમ જોઈએ છે. રવિવારે ભાલિન્દર યુવતીને લઈને સુરત આવ્યો હતો. ભાલિન્દર હોટલમાં રોકાઈ અને ખાઈ પીને ભાગવાની ફિરાકમાં હતો ત્યારે ઝડપાઈ ગયો હતો. ગુવહાટીમાં આવેલી તાજ હોટલમાં આવી જ રીતે એક ઠગે ફ્રોડ કર્યુ હતું ત્યારબાદ હોટલના મેનેજર પાસે વોટ્સએપ ગ્રુપમાં તેનો નંબર હતો. હોટલના સ્ટાફને આ બાબતે શંકા જતા તેમણે પોલીસને ફોન કર્યો હતો અને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત અહેવાલો મુજબ ભાલિન્દરે સુરત પોલીસની પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે તેણે આ પ્રકારે દેશની મોટાભાગની ફાઇવ સ્ટાર હોટલમાં સીએમના પીએની ઓળખાણ આપી અને મુંબઈ, દિલ્હી, કોલકત્તા, સુરત સહિતની 20 હોટલમાં ફ્રોડ કર્યુ હતું.

Comments

comments

VOTING POLL