મુખ્યમંત્રી બન્યો ત્યાં સુધી બેન્કમાં મા ખાતુ ન હતું: અક્ષય કુમાર સાથે નરેન્દ્ર મોદીની અંગત વાતો

April 24, 2019 at 10:34 am


બોલિવુડ એકટર અક્ષય કુમારે પીએમ નરેન્દ્ર મોદીનો નોન પોલિટિક ઇન્ટરવ્યુ લીધો છે. તેનો ટીઝર વીડિયો તેમણે પોતાના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે. વીડિયોઝમાં અક્ષય કુમાર નરેન્દ્ર મોદીને હસતા-હસતા મજાક કરતાં અને તેમની ખાનગી જિંદગી પર વાત કરતાં દેખાઇ રહ્યાં છે. મોદી અક્ષય કુમારને પોતાની જિંદગીના કિસ્સા સંભળાવે છે

સામાન્ય રીતે રાજનીતિ અને દેશની વાતો કરનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વખતે પોતાના દિલની વાતો કરી છે. ફિલ્મ અભિનેતા અક્ષય કુમારને આપેલા ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ પોતાની અંગત વાતો શેર કરી છે. પ્રધાનમંત્રીને જ્યારે અક્ષયે તેમના પરિવાર સાથે જોડાયેલા પ્રશ્નો કયર્િ તો તેમણે કહ્યું કે, મારી માતા કહે છે કે, મારી પર સમય કેમ ખરાબ કરે છે. વાત જાણે એમ છે કે, અક્ષય કુમારે પીએમ મોદીને પુછ્યું કે, અમને બધાને પરિવાર સાથે રહેવાનું પસંદ છે. તમે કેવી રીતે પરિવારથી દૂર રહી શકો છો?

ઈન્ટરવ્યૂ દરમ્યાન અક્ષય કુમારે પીએમ મોદીને પુછ્યું હતું કે, જેવી રીતે હું મારી માતા સાથે રહું છુ, તમને નથી લાગતું કે, તમારી માતા, તમારા ભાઈ અને પરિવારના લોકો તમારી સાથે રહે. આ પ્રશ્ન પર પીએમ મોદીએ જવાબ આપ્યો કે, હું મારી જિંદગીની નાની ઉંમરમાં જ બધુ છોડી ચુક્યો છું. મારી માતા તો મને કહે છે કે, મારી પર કેમ સમય બરબાદ કરે છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી બન્યા સુધી મારૂ કોઈ બેંક ખાતું હતું. નાનો હતો ત્યારે સ્કૂલમાં દેના બેંકની બ્રાંચ ખુલી હતી, ત્યારે દરેક બાળકોને દેના બેંકે ગલ્લો આપ્યો હતો. ત્યારે મેં પણ ગલ્લો લીધો હતો. પરંતુ મારી પાસે તો પૈસા જ ન હતા તો શું આવે. બેંકે ખાતું તો ખોલી દીધું પણ પૈસા જ ન હતા તો શું જમા કરાવું. હું સીએમ બન્યો ત્યારે પગાર આવ્યો એટલે ખાતું ખુલી ગયું હતું. જ્યારે હું નીકળ્યો ત્યારે મેં મારા અધિકારીઓને બોલાવીને કહ્યું કે મારે પૈસાનો કોઈ ઉપયોગ નથી. આ રકમ મારે જમા આપી દેવી છે. અધિકારીએ કહ્યું કે તમારા પર કોર્ટ કેસ ચાલી રહ્યાં છે, પદ પર નહીં રહો તો શું થશે? પૈસા ક્યાંથી લાવશો? એટલે મેં સંપૂર્ણ રકમ આપવાના બદલે રૂ. 21 લાખ આપ્યા. આ રકમ મેં મારા સચિવાલયના ડ્રાઇવરો, પટ્ટાવાળાની દીકરીઓનાં શિક્ષણ માટે પૈસા આપી દીધા.

પીએમ મોદીએ અક્ષયકુમારને પોતાની ડ્રેસિંગ સેન્સ અંગે કહ્યું કે તમે મને મારી ફેશન માટે પૂછયું. તો આપ્ને જણાવું કે એ વાત સાચી છે કે વ્યવસ્થિત રીતે રહેવું એ મારી પ્રકૃતિ હતી. કદાચ એક કારણ એ પણ હતું કે ગરીબીના લીધે કયારેક-કયારેક નાનો મહેસૂસ કરતો હતો. કદાચ નાનપણમાં સાયકોલોજી વાંચ્યું હશે. અમારા ઘરમાં તો ઇસ્ત્રી નહોતી તો હું શું કરતો? લોટામાં ગરમ કોલસા ભરી લેતો હતો અને તેનાથી કપડાંને પ્રેસ કરતો અને પહેરીને જતો.

અક્ષયકુમારે વાતચીત દરમ્યાન નરેન્દ્ર મોદીને તેમની ઉંઘ અંગે પણ પૂછયું. અક્ષયે કહ્યું કે તમે 3-4 કલાક જ સૂઓ છો. એક શરીરને 7 કલાકની ઊંઘ તો જોઇએ. તેના પર મોદીએ કહ્યું કે જ્યારે રાષ્ટ્રપતિ બરાક ઓબામા મને મળ્યા તો પણ તેમને મને સૌથી પહેલાં આ મુદ્દા પર જ પૂછયું હતું. કારણકે તેઓ મારા મિત્ર છે તો તે મને કહેતા કે મારી વાત માનો છે કે નહીં. થોડીક ઉંઘ વધારી કે નહીં.

અક્ષય એ પૂછયું કે શું એ સાચી વાત છે કે કયારેક સંન્યાસી બનવા માંગતા હતા કે સોલ્જર બનવા માંગતા હતા. તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે કોઇને સેનાના યુનિફોર્મમાં જતા દેખતો તો બાળકની જેમ હું પણ સલામ કરતો હતો. એટલામાં 1962નું યુદ્ધ છેડાયું, ત્યારે થયું કે આ તો દેશ માટે જીવવા-મરવાનો રસ્તો છે. એટલામાં મેં કયાંક વાંચ્યું કે ગુજરાતમાં કોઇ સૈનિક સ્કૂલ છે ત્યાં પ્રવેશ મળી શકે છે. તો મેં મારા પિતાજીને કહ્યું કે હું ત્યાં પ્રવેશ મેળવવા માંગું છું. તો તેમણે કહ્યું કે આપણી પાસે પૈસા કયાં છે? તું કંઇ રીતે જામનગર જઇશ? જામનગર તને કોણ લઇ જશે?
પીએમ મોદીને અક્ષય કુમાર પૂછે છે કે શું તમે કેરી ખાઓ છો? તો મોદી ખડખડાટ હસવા લાગ્યા હતાં અન કહ્યું હતું ક, મને ઝાડ ઉપર પાકેલી કેરી બહુ ભાવે છે. તો અક્ષય કુમારે બીજો પ્રશ્ન પૂછયો કે શું તમે ખરેખર ગુજરાતી છો?

આપ્ને જણાવી દઇએ કે અક્ષય કુમારે એક ટ્વિટ કરી કહ્યું હતું કે જેમાં તેમણે લખ્યું હતું કે તેઓ કંઇક હટકર કરવા જઇ રહ્યાં છે. ત્યારબાદ લોકોએ અંદાજો લગાવાનું શરૂ કરી દીધું હતું કે કદાચ તેઓ રાજકારણમાં પગરણ માંડશે. અક્ષયે તે સમયે જ બીજી ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી દીધી હતી કે તેઓ પોલિટિકસ જોઇન કરવાના નથી. હવે સમયની સાથે તેમને આખી વાત ઉજાગર કરી દીધી છે કે તેમણે પીએમ મોદીનો ઇન્ટરવ્યુ લીધો છે.

Comments

comments