મુખ્યમંત્રી રાજકોટમાંઃ સેવા સેતુ, ખાતમુહંર્ત સહિતના અનેક કાર્યક્રમો

August 30, 2018 at 11:00 am


મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી આવતીકાલ ગુરુવારે 30 આેગસ્ટે સવારે 10 કલાકે રાજકોટ મહાનગરપાલિકાના સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. નાગરિકોના વિવિધ પ્રશ્નોનું સ્થળ પર નિવારણ તથા સરકારી સેવાઆેના લાભ ઘર આંગણે બેઠાં પહોચાડવાના આ જનહિતલક્ષી સેવા સેતુનો ચોથો તબક્કાે ર4 આેગસ્ટથી રાજયમાં શરુ થયો છે.

રાજકોટ મહાનગરનો આ સેવા સેતુ કાર્યક્રમ વોર્ડ-ર માં એરપોર્ટ રોડ પાસે યોજાયો છે. વિજયભાઇ રુપાણી અમરજીતનગરના ર87 અસરગ્રસ્ત લાભાર્થીઆેને જમીન સનદ વિતરણ કરવાના છે. આ લાભાર્થીઆેને રાજકોટ મહાપાલિકા દ્વારા રપ ચો.વાર તેમજ 40 ચો.વારના જમીન પ્લોટ વૈકિલ્પક વળતર રુપે ફાળવવામાં આવેલા છે.

તેઆે આ વેળાએ રાજકોટ મહાપાલિકાની વહીવટી પાંખમાં નવી નિમણુંક પામનારા પપ ઉમેદવારોને નિયુકિત પત્રો અર્પણ કરશે.

મુખ્યમંત્રી રાજકોટની આજી માં રુ. 7 કરોડ 70 લાખના વિવિધ વિકાસકામો રોડ રિસરફેસીગ, પેવર બ્લોક, સી.સી.ટી.વી. કેમેરા નેટવર્ક વગેરેના ખાતમૂર્હત કરવાના છે. વિજયભાઇ રુપાણી રાજકોટમાં સાંજે સમસ્ત બ્રûસમાજ આયોજીત શ્રાવણી પર્વ સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.

Comments

comments