મુખ્યમંત્રી રૂપાણી સહિતના ભાજપના આગેવાનો દિલ્હીમાં

September 8, 2018 at 10:44 am


ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની આજે અને આવતીકાલે એટલે કે તારીખ 8 અને 9 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે મળી રહેલી બેઠકમાં ભાગ લેવા મુખ્યમંત્રી વિજય રુપાણી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સહિતના ભાજપના સાતેક જેટલા આગેવાનો દિલ્હી ગયા છે.

દિલ્હીના ડો.આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે મળી રહેલી બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સંભવતઃ આ વર્ષના અંતે યોજાનારી ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે તેમજ ચૂંટણીની રણનીતિ પણ નક્કી કરવામાં આવશે.

રાજસ્થાન મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની સાથે-સાથે બે – ત્રણ દિવસ અગાઉ ભંગ થયેલી તેલંગાના વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાય તેવી શક્યતાઆેને ધ્યાનમાં રાખી ભાજપ આ બેઠકમાં રાજકીય રણનીતિ તૈયાર કરશે આ ઉપરાંત આગામી એપ્રિલ કે મે મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણી ની પણ પૂર્વ તૈયારી રુપે ભાજપે અત્યારથી જ પોતાના શસ્ત્રાે સજાવવાના શરુ કરી દીધા છે જેમાં કેન્દ્રની જનધન યોજના, ઉજાલા યોજના, ઉંવલ યોજના, પાક વીમો, આયુષ્યમાન ભારત અને ગરીબોના ઉત્કર્ષ માટે વડા પ્રધાનની અનેક યોજનાઆે નો પ્રચાર દેશના ખૂણે-ખૂણે કરવા ભાજપ શાસિત તમામ રાજ્યોને આ બેઠકમાં ખાસ તાકીદ કરવામાં આવશે તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL