મુખ્યમંત્રી રૂપાણી 19થી 23 ઉઝબેકિસ્તાનના પ્રવાસે જશે

October 9, 2019 at 11:04 am


19થી 23 આેકટોબરના રોજ ગુજરાતના મુખ્યમંબી વિજય રૂપાણી સાથે રાજ્યના આઈએએસ અધિકારીઆેનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ઉઝબેકિસ્તાનની બીજી વાર મુલાકાત લેશે. તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્યમંત્રી પિયુષ ગોયલ સાથે પાંચ રાજ્યોના મુખ્યમંત્રીમાં ગુજરાતનાં મુખ્યમંત્રી સહિતના અધિકારીઆે અને બિઝનેસમેન ડેલિગેશને ઉઝબેકિસ્તાનની મુલાકાત લીધી હતી. હવે ગુજરાતમાંથી વધુ એકવાર ઉદ્યાેગજૂથના પ્રતિનિધિઆે અને સરકારના ઉદ્યાેગ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઆે સાથેનું ઉચ્ચસ્તરીય ડેલિગેશન ઉઝબેકિસ્તાનના એન્ડીજેન રિજનની બિઝનેસ વિસ્તરણ અને પરસ્પર સહયોગ માટે ખાસ મુલાકાત લેશે. જેમાં ડાયમંડ સહિત અન્ય ઉદ્યાેગોની ગુજરાત સાથેની વ્યાપાર સંભાવનાઆે પર ચર્ચા-વિચારણા હાથ ધરાશે અને કરાર થશે. આ મુલાકાતના આયોજનમાં વેપાર સંગઠન એસોચેમ આયોજન સાથે સંકળાયેલી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રશિયા ઉઝબેકિસ્તાનની ઉચ્ચસ્તરીય ડેલિગેશનમાં જે બિઝનેસમેન જોડાઈ રહ્યાં છે. તેમાં એસોચેમના નેશનલ પ્રેસિડેન્ટ અને વેલસ્પન જૂથના વડા બાલક્રિñ ગોયન્કા, એસોચેમ ગુજરાતના કો-ચેરમેન અને વેલસ્પનના ચિંતન ઠકકર, રિયાલન્સમાંથી કેપ્ટન મહાજન, સૌરભ અગ્રવાલ, કિરી ડાઈજના મીનીષ કિરી, અદાણી જૂથમાંથી સૌરીન શાહ, દેવ આઈટીના જૈમીન શાહ, ધારાસભ્ય હર્ષ સંઘવી, હોકકોના પ્રદીપ ચોના, વિપુલ ઠકકર, કની પંડયા, અક્ષર ટ્રાવેલ્સના મનીષ શમાર્, પ્રણવ જોશી, જગદીશ ડોલરિયા, પંકજ લોધિયા, જીજીઈપીસીના ગુજરાત રિજનના હેડ દિનેશ નાવડિયા, રાજેશ મજીઠિયા, નિશાંત મજીઠિયા, સંજય શાહ, સંદિપ દવે, સૌરભ સાંન્યાલ, કની પંડયા, પ્રણવ જોશી, સંજય શાહ, સંદિપ દવેનો સમાવેશ થાય છે.
કૃષિ અને સહકાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેઠરી પૂનમચંદ પરમાર, ચીફ મિનિસ્ટર આેફિસ અને ઈન્ડસ્ટ્રી એન્ડ માઈન્સ ડિપાર્ટમેન્ટના પ્રિિન્સપલ સેક્રેટરી એમ.કે.દાસ, ટુરિઝમ સેક્રેટરી મમતા વમાર્, ઈન્ડસ્ટીઝ કમિશનર રાહુલ ગુપ્તા, ઈન્ડેક્ષ્ટ-બીના એમ.ડી.નિલમ રાની, એગ્રાે ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એમડી કે.એસ.રંધાવા, ચીફ મિનિસ્ટર આેફિસના આેએસડી ડીએચ શાહ, ઈન્ડેક્ષ્ટ-બીના જનરલ મેનેજર આદિત્ય સિંઘ, કેપીએમજીના ડિરેકટર સોનલ વાઘેલાનો પણ પ્રતિનિધિમંડળમાં સમાવેશ થાય છે. આ અગાઉના ડેલિગેશનમાં ઉદ્યાેગપતિઆે પણ જોડાયા હતાં.

Comments

comments