મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજથી બે દિવસ રાજકોટમાં: મહાવીર જયંતીની ઉજવણીમાં ભાગ લેશે

March 28, 2018 at 11:42 am


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજથી બે દિવસ માટે રાજકોટમાં રોકાશે. રાત્રે ૮ વાગ્યે ગાંધીનગરથી રાજકોટ આવી પહોંચશે અને રેસકોર્સ ખાતેના ગ્રાઉન્ડમાં યોજાનારા મહાવીર જયંતીની ઉજવણીના કાર્યક્રમમાં વિજયભાઈ રૂપાણી અને તેમના પત્ની અંજલિબેન રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે. નાઈટ હોલ્ટ રાજકોટમાં કરશે અને આવતીકાલે સવારે મહાવીર જયંતી નિમિત્તે નીકળનારી શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા બાદ અનુકુળતાએ ગાંધીનગર જવા નીકળશે

Comments

comments

VOTING POLL