મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દિલ્હીમાંઃ સાંજે પરત ફરશે

September 6, 2018 at 10:56 am


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં આજે મળનારી કેન્દ્રીય હિન્દી સમિતિની 31મી બેઠકમાં ભાગ લેવા સવારે દિલ્હી પહાેંચ્યા છે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત અન્ય 4 રાજ્યોના મુખ્યમંત્રીઆે પણ સહભાગી થવાના છે.
વિજયભાઈ રૂપાણી બપોર બાદ ગાંધીનગર પરત આવશે અને સાંજે યોજાનારી રાજ્ય મંત્રી મંડળની કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરશે.

Comments

comments

VOTING POLL