મુખ્યમંત્રી વિજય રૂપાણી સાંજે રાજકોટમાંઃ મહાપાલિકાના પાંચ કાર્યક્રમોમાં ઉપસ્થિતિ

November 7, 2018 at 11:45 am


મુખ્યમંત્રી આજે સાંજે પાંચ કલાકથી રાજકોટ આવી પહાેંચશે મહાપાલિકાના વિવિધ પાંચ કાર્યક્રમમો હાજરી આપશે.
રાજકોટ મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે મહાપાલિકાના ટીપરવાન આવે ત્યારે લોકોને તેની જાણ થાય તે માટે હાલમાં સીસોટી વગાડવામાં આવે છે પરંતુ હવે આ સીસોટીપ્રથા બંધ થશે અને આવતીકાલે દિવાળીથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ટીપરવાનમાં ‘પબ્લીક એડ્રેસ સિસ્ટમ’નું ઈન્સ્ટોલેશન કરવામાં આવશે. સૂત્રોએ ઉમેર્યું હતું કે પબ્લીક એડ્રેસ સિસ્ટમ મતલબ કે દરેક ટીપરવાનમાં એક સ્પીકર મુકવામાં આવશે અને ટીપરવાનમાંથી ડ્રાયવર કે તેની સાથે રહેલ વ્યિક્ત જે તે વિસ્તાર કે શેરીમાં જઈને કચરો આપવા માટે અને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરશે તે સમગ્ર વિસ્તારમાં સંભળાશે. હાલ જે રીતે સીસોટી વાગે અને લોકો કચરો આપવા જાય છે તે સીસોટી વગાડવાની પ્રથા કાયમી ધોરણે બંધ થઈ જશે. રાજકોટ મહાપાલિકાના કુલ 324 ટીપરવાનમાં આ સિસ્ટમનું ઈન્સ્ટોલેશન કરવામાં આવશે જેનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે કરાવશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.07/11/2018 બુધવારના રોજ સાંજે 05ઃ00 કલાકે રૈયાધાર આવાસ યોજના, રાજકોટ ખાતે દીપાવલીના શુભ દિને સંવેદના કાર્યક્રમ અંતર્ગત કિટ વિતરણ, રૈયાધાર આવાસ યોજનાના લાભાર્થીઆેને નળ કનેક્શન ફોર્મ વિતરણ કેમ્પ, સફાઈ કર્મચારીઆે માટે મેડીકલ કેમ્પ તથા હેલ્થ ચેક અપ કાર્ડનું વિતરણ, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ વિડિયોનું લોિન્ચંગ તેમજ 324 ટીપર વાનમાં પી. એ. સિસ્ટમ ઇન્સ્ટોલેશન રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો પ્રભારી અંજલીબેન રુપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર અિશ્વનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિરોધ પક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, કોર્પોરેટર વોર્ડ નં.01 આશિષભાઈ વાગડિયા, અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, રાજકોટ શહેર ભાજપ મંત્રી ચારુબેન ચૌધરી, વોર્ડ નં.01 ભાજપ પ્રભારી દિલીપભાઈ પટેલ, પ્રમુખ વોર્ડ નં.01 રસિકભાઈ બદ્રકીયા, મહામંત્રી વોર્ડ નં.01 કાનજીભાઈ ખાણધર, ભાવેશભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.

Comments

comments

VOTING POLL