મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની અંજલીબેન સાથે મા અંબાનાં દર્શને

April 25, 2019 at 11:02 am


ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે આજે સવારે અંબાજી મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી છે. તેમણે નીજ મંદિરમાં કપુર આરતી પણ કરી હતી. મહત્વનું છે કે વિજય રૂપાણી પત્ની સાથે અનેકવાર અંબાજી માતાનાં શરણે આવે છે. આ સમય મંદિરનાં મહારાજે સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ માતાજીને પ્રસાદ ચઢાવીને આરતી પણ કરી હતી. મહત્વનું છે કે ચૂંટણીની વ્યસ્તતા પછી તેમણે મા અંબાનાં શરણે માથુ ઝુકાવ્યું છે. થોડા સમય પહેલા ચૂંટણીનાં પ્રચાર દરમિયાન પણ સીએમ વિજય રૂપાણીએ પત્ની સાથે અંબાજીમાતાનાં દર્શન કયર્િ હતાં.

Comments

comments