મુખ્ય બજારમાં ફુટપાથના કામ માટે રોડ પર રાખેલુ મટીરીયલ્સ વાહન ચાલકો માટે જોખમી

August 12, 2018 at 8:19 pm


જે જગ્યાએ કામ પુર્ણ થઈ ગયુ છે ત્યાંથી પણ કોન્ટ્રાક્ટર દ્વારા મટીરીયલ્સ ઉપાડાતુ નથી

ગાંધીધામની મુખ્ય બજારનું બહુ ચચીૅત, વિવાદાસ્પદ અને હલકી ગુણવતાનું ફુટપાથનું કામ સાવ ધીમી ગતિએ તાે થાય છે પણ તેનું મટીરીયલ્સ વાહન ચાલકો – લોકો માટે જોખમી સાબિત થઈ રહ્યું છે.

મુખ્ય બજારમાં ફુટપાથના કામના લીધે તેનું કાકરી સહિતનું મટીરીયલ્સ રોડ ઉપર પડ્યું છે. જે નડતરરૂપ તાે છે જ પણ જે જગ્યાએ કામ પુર્ણ થઈ ગયું છે તે જગ્યાએથી પણ મટીરીયલ્સ ઉપાડવામાં ન આવતા તે મટીરીયલ્સના કારણે બાઈકો સ્લીપ થઈ રહી છે અને લોકોને ઈજાઆે પહાેંચી રહી છે. પાલિકાના નેતાઆે અને અધિકારીઆે નરી આખે બધુ જોઈ રહ્યાા છે છતાં કોઈ પગલા ભરતા નથી.

નવા પ્રમુખ અને નવા કારોબારી ચેરમેન ભ્રષ્ટાચાર વગરના કામો કરશે તેવી છાપ ઉભી કરાઈ રહી છે પણ સેક્ટર-વિસ્તારના કામો, મુખ્ય બજારનું ચાલુ કામ જે રીતે આ બન્ને રાહબરોના અંડર થઈ રહ્યું છે તે જોતા બહુ જાજો કોઈ ફરક દેખાતાે નથી. મુખ્ય બજારના ફુટપાથના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યાાે છે. હલકી ગુણવતાનું મટીરીયલ્સ ઉપયોગમાં લેવાય રહ્યું હોવાના આક્ષેપાે થઈ રહ્યાા હતા. પ્રમુખે કામ અટકાવ્યા પછી તપાસ કરી અને પછી ક્લીનચીટ આપી કામ શરૂ કરાવ્યું છે. અનેક વિવાદો છે પણ કોઈ પગલા ભરાતા નથી. તેના કારણે સ્થાનિકથી લઈને ગાંધીનગર સુધી એવું બિચારાનું હોય કે વહીવટમાં ફરક પડâાે છે. સુધારો થયો ીે તાે તે ભુલ ભરેલ અને આખમાં ધુળ નાખવા જેવું છે. પણ હાલ સમસ્યા મુખ્ય બજારને લઈને છે કોન્ટ્રાક્ટર આગળ આખી પાલિકા ઘુટણે પડી હોય તેમ કોન્ટ્રાક્ટરને કઈ કહેવામાં આવતુ નથી. કોન્ટ્રાક્ટર માનસ્વી રીતે કામ કરી રહ્યાા છે. લોકો હેરાન થઈ રહ્યાા છે. વેપારીઆે પરેશાન છે પણ આેફિસમાં બેસતા સતાધીસાે કોઈ પણ પગલા ભરતા નથી. જે જગ્યાએ હલકી ગુણવતાનું કામ પુર્ણ થઈ ગયું છે તે જગ્યાએથી તાે તેનું મટીરીયલ્સ ઉપડાવી લેવું જોઈએ પણ ખાટલે મોટી ખોટ એ છે કે, આવું કઈ થતુ નથી. પરિણામે લોકો હેરાન થઈ રહ્યાા છે.

Comments

comments

VOTING POLL