મુન્દ્રામાં ફરી ટ્રેલરમાં આગ લાગતા દોડધામ

April 20, 2018 at 8:34 pm


કલાકોની જહેમત બાદ આગને કાબુમાં કરાઈ હતી

મુન્દ્રામાં આગજનીના બે બનાવો બનવા પામ્યા હતા. કલાકોની જહેમત બાદ આ આગને કાબુમાં કરવામાં આવી હતી.

મુંદરા સીએસએફમાં લાગેલી આગ અંગે પોર્ટના ફાયર ઈન્ચાર્જ રાકેશ ચતુરવેદીએ જણાવ્યું હતુ કે મુંદરા સીએસએફમાં રંગોલી વિસ્તારની સામે આવેલ હિન્દ સીએસએફમાં આગનો બનાવ બન્યાે હતો. જેમાં કચરા ઉપરાંત કાગળની પસ્તી ભરેલા બે કન્ટેનરોમાં આગ લાગી હતી. જેના પર ફાયર ફાઈટર દ્વારા કાબૂ મેળવાયો હતો. આ ઘટનામાં કોઈ ખાસ જાનહાની કે નુકશાની થઈ હોવાનું ે જણાવ્યું હતુ.બીજી તરફ મુંદરા તાલુકાના કુંદરોડી ગામે આવેલી ક્રાેમીની કંપનીના ગેટ પાસે જ કન્ટેનર ટ્રેલરમાં આગ લાગી હતી. અગમ્ય કારણોસરમાં લાગેલી આગમાં કન્ટેનર ટ્રેલર સળગી જવા પામ્યું હતું.

Comments

comments

VOTING POLL