મુન્દ્રા પાેર્ટ છે આતંકીઆેના નિશાને ?!

August 10, 2018 at 9:16 pm


ગાંધીધામમાંથી મહારાષ્ટ્ર એટીએસે ઝડપેલા અલ્લારખા નામના શખ્સની પુછપરછ અને મોબાઈલ્સની ડિટેલમાં ઘટસ્ફોટ ઃ મરાઠી લોકસત્તાનાે સનસનાટીસભર અહેવાલ

મહારાષ્ટ્રની એન્ટીટેરીરીસ્ટ સ્કવોર્ડે મે માસમાં ઝડપેલ ગાંધીધામનાે ટેક્સી ડ્રાઈવર અલ્લારખા મન્સુરીની પુછપરછ અને તેની મોબાઈલ કોલ ડિટેલની કરેલી તપાસણીના અંતે કચ્છનું પેરીસ ગણાતું મુન્દ્રા પાેર્ટ આતંકીઆેના નિશાને હોવાનાે ઘટસ્ફોટ થયો હોવાનું મહારા»ટ્ર એટીએસના સુત્રોને ટાંકીને મુંબઈના મરાઠી દૈનિક લોકસત્તાના અહેવાલમાં જણાવાયું છે.

આ અંગે સદરહુ અખબારે પ્રસિદ્ધ કરેલા વિસ્તૃત અહેવાલમાં જણાવાયું છે કે, ગાંધીધામમાંથી ઝડપાયેલા અલ્લારખા પાસેથી મહરા»ટ્ર એટીએસ દ્વારા એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતાે. આ મોબાઈલ ફોન ત્યારબાદ એફએસએલને મોકલાવ્યો. મહારા»ટ્ર એફએસએલ દ્વારા આ મોબાઈલમાંથી મુન્દ્રા પાેર્ટના દસ ફોટા મળી આવ્યા છે.

મહારાષ્ટ્ર એટીએસે ટાંકીને લોકસતાના આ અહેવાલમાં જણાવાયું છે કે, અલ્લારખા અનેક વખત મુન્દ્રા પાેર્ટની અંદર ગયો હતાે અને તેના પરથી એવું તારણ બંધાયું છે કે, મુન્દ્રા પાેર્ટ આતંકીઆેના નિશાને છે. પાેલીસ અધિકારીઆેના મતે અલ્લારખાને આ ફોટોગ્રાફ છોટેશકીલના સાગરીત મનાતા ફારૂક દેવડીવાલાને મોકલ્યા હોય તેવું પાેલીસ માને છે અને છોટા શકીલના ઈશારે આ ષડયંત્ર ઘડાયું હોવાની શક્યતા મહારા»ટ્ર એટીએસ તપાસે છે. ઈન્ડિયન મુઝાહીદીનના તાર પણ આની સાથે સંકળાયા હોવાની આશંકા છે.

મહારાષ્ટ્રએટીએસની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાંથી ઝડપાયેલ ફેસલ પણ અલ્લરખાનાે સાગરીત છે. અને ભારતના યુવાનાેનું બ્રેઈનવોશ કરી આતંકી બનવાની તાલીમ માટે પાકિસ્તાન મોકલવાની યોજના ઘડાતી હતી. ગાંધીધામમાંથી પકડાયેલા અલ્લારખાની ભૂમિકા અંગે એટીએસના સુત્રોને ટાંકીને આ અખબારી અહેવાલમાં જણાવ્યું છે કે, આ શખ્સને ગુજરાત, યુપી અને મુંબઈના ચોક્કસ લેન્ડીંગ પાેઈન્ટ પર મોકલાવામાં આવનારા વિસ્ફોટકો – શ?ાેને રીસીવ કરી મોકલવાના હતા.

ગાંધીધામથી ઝડપાયેલ અલ્લારખા ફેસલનાે દુરનાે સંબંધી હોવાનું અને વષોૅથી તે મુંબઈમાં જ રહેતાે હોવાનું બહાર આવ્યું છે. અને આઠ માસ પહેલા જ ગુજરાતમાં આવ્યો હતાે. અલ્લારખા ફેસલની સાથે આતંકવાદની તાલીમ લેવા ગયો હતાે કે નહિં તે અંગે પુછપરછ ચાલી રહી છે.

Comments

comments

VOTING POLL