મુળ રકમ આપવા તૈયાર, વ્યાજ નહી ચૂકવુંઃ માલ્યાની ભારતને નવી આેફર

December 5, 2018 at 10:45 am


ભારતની બેન્કોને 9000 હજાર કરોડનો ચૂનો ચોપડી વિદેશ નાસી છૂટેલા લિકરકિંગ વિજય માલ્યાનું વલણ અંતે કૂણું પડયું છે. આજે ટવીટર પર એક ટવીટ કરીને વિજય માલ્યાએ પોતે મુળ રકમ ચૂકવવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. 9000 કરોડમાંથી 6000 જેટલી મુળ રકમ થવા જાય છે જે ચૂકવવા માટે તેણે તૈયારી દશાર્વી હતી. તેણે કહ્યું હતું કે હું વ્યાજનો એક પૈસો પણ આપીશ નહી.
ટવીટમાં માલ્યાએ કહ્યું કે મેં બેન્કોને 100 ટકા મુળ રકમ ચૂકવવાની રજૂઆત કરી છે તેથી તેમણે વ્યાજ જતું કરીને આ રકમ સ્વીકારી લેવી જોઈએ. મેં મારા પ્રત્યાર્પણના અહેવાલો મીડિયા મારફતે જોયા છે પરંતુ હું કહેવા માગીશ કે મારા પ્રત્યાર્પણ મામલે કાયદો પોતાનું કામ કરશે.

જો કે હું બેન્કોને તેની મુળ રકમ ચૂકવવા માટે તૈયાર છું. ઉલ્લેખનીય છે કે 9000 કરોડ રૂપિયા પૈકી 6000 જેટલી મુળ રકમ થવા જાય છે અને 3000 કરોડ રૂપિયાનું વ્યાજ ચડત છે. માલ્યાએ આ વ્યાજ ચૂકવવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો અને મુળ રકમનો સ્વીકાર કરવા બેન્કોને વિનમ્ર અપીલ કરી હતી.

માલ્યાના ટવીટ બાદ હવે બેન્કોનું વલણ કેવું રહે છે તે જોવું રહ્યું. બેન્કો પોતાનું વ્યાજ જતું કરી મુળ રકમનો સ્વીકાર કરે છે કે પછી કેમ તે અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવાશે.

Comments

comments

VOTING POLL