મુળ વેરાવળના પત્રકાર હેમાંગ પલાણનું નવું સાહસ: ન્યુઝ પોર્ટલ NGO Eye ટૂંક સમયમાં લોન્ચ કરશે

April 13, 2019 at 11:38 am


વેરાવળ-સોમનાથના ડો.કે.એચ.પલાણના પુત્ર અને મુંબઈ સ્થિત યુવા પત્રકાર હેમાંગ પલાણ ટૂંક સમયમાં ‘એનજીઓ આઈ’ નામનું ન્યુઝ પોર્ટલ લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ ન્યુઝ પોર્ટલ ટૂંક સમયમાં લાઈવ જોવા મળશે. આ ન્યુઝ પોર્ટલમાં ભારતીય કંપનીઓની સીએસઆર પ્રવૃત્તિઓ ઉપરાંત જુદા-જુદા ટ્રસ્ટ, ફાઉન્ડેશન અને સામાજિક સંસ્થાઓની પ્રવૃત્તિઓને પ્રકાશિત કરશે.

એનજીઓ આઈ આ પ્રકારના અહેવાલો ઉપરાંત જુદી જુદી સરકારી યોજનાઓના અમલીકરણ ઉપર પ્રકાશ પાડશે. તદ્ઉપરાંત સરકારી નીતિઓ, આરટીઆઈ, સરકાર દ્વારા સાંસદો અને ધારાસભ્યોને જે ફંડ આપવામાં આવે છે તેનો કેવા પ્રકારે ઉપયોગ થાય છે તે સહિતની બાબતો પ્રસિદ્ધ કરશે. એનજીઓ આઈએ દેશના નાગરિકોને પોતાના અભિપ્રાયો અને વિચારો કે જે જાહેર હિતમાં હોય તે મોકલવા પણ અનુરોધ કર્યો છે.
હેમાંગ પલાણે સૌરાષ્ટ્ર-કચ્છમાં કાર્યરત સામાજિક સંસ્થાઓ અને આ પ્રકારના અન્ય સંગઠનો તેમજ ‘આજકાલ’ના વાંચકોને પોતાના અભિપ્રાય તેમજ વિચારો વયળફક્ષલળફશિડ્ઢળયમશફ.ભજ્ઞળ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

Comments

comments

VOTING POLL