મુસાફરે એસટી બસ પર અજમાવ્યો હાથ

November 8, 2019 at 2:17 pm


તળાજા એસ.ટી. મથકના પ્લેટફોર્મ પર ઉભેલી બસને એક મુસાફરે હંકારી ઘડાકાભેર પીલર સાથે અથડાવતા અન્ય મુસાફરોમાં ભય ફેલાયો હતો.ઘટનાના પગલે ભારે હોહા મચી ગઇ હતી.
ઉપલબ્ધ વિગતો મુજબ તળાજા એસ.ટી. મથકના પ્લેટફોર્મ પર બસ પાર્ક કરી ચાલક બસમાંથી ઉતરી કંટ્રાેલ આેફિસમાં જતા બસમાં બેઠેલ નિલેશ (રે.વાઘનગર, મહુવા) નામના મુસાફરે એસ.ટી. બસના સ્ટીયરીગ પર હાથ અજમાવતા બસને ચાલુ કરી હંકારી મુકતા બસ દિવાલના પીલર સાથે ઘડાકાભેર અથડાતા બસમાં બેઠેલા અન્ય મુસાફરોમાં ભય ફેલાયો હતો.
ઘટનાના પગલે બસ મથકમાં ભારે હોહા મચી હતી. આ અંગે એસટીબસના ચાલક ચીમનભાઇ રસુલભાઇ મુનિયા (ઉં.વ.44)એ તળાજા પોલીસ મથકમાં નિલેશ નામના શખ્સ વિરૂÙ બસને પીલર સાથે અથડાવી કાચ ફોડી કેબીનમાં તુટફºટ કરી રૂપિયા 30,000નું નુકશાન પહાેંચાડéાની ફરિયાદ નાેંધાવતા પોલીસે નિલેશ નામના શખ્સને ઝડપી લઇ લોકઅપ હવાલે કર્યો હતો.

Comments

comments