મૂડીઝે ભારતનું રેટિંગ ઘટાડી નેગેટીવ કર્યું

November 8, 2019 at 11:20 am


રેટિંગ એજન્સીઓ હવે અર્થતંત્રની વૃદ્ધિ ના ભારત માટેના હનુમાનનો ઘટાડી રહી છે. આર્થિક સ્થિતિને લઈને વધી રહેલી ચિંતાઓ તેમજ કરજના આકાર ને જોઈને મૂડીઝ ઈન્વેસ્ટર સર્વિસ દ્વારા ભારતની રેટિંગ સ્ટેબલ થી ઘટાડીને નેગેટીવ કરી નાખી છે. મૂડીઝનો અભિપ્રાય એવો છે કે પહેલાની સરખામણીએ ભારતમાં આર્થિક વૃદ્ધિની રફતાર ધીમી રહેશે. મૂડીઝ ના આ પ્રકારના અનુમાનથી ભારતની ચિંતાઓ માં વધારો થયો છે.
કોર્પોરેટ ટેક્સમાં કાપ અને જીડીપી વૃદ્ધિ ની ધીમી રફતાર ને જોઈને મૂડીઝ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે કે માર્ચ 2020 માં પુરા થનારા નાણાકીય વર્ષ દરમિયાન અંદાજપત્રીય ખાધ જીડીપીના 3 7 ટકા રહી જશે જેનો ટાર્ગેટ 3.3 ટકા રાખવામાં આવ્યો હતો. એજન્સીએ પોતાના બયાનમાં એમ કહ્યું છે કે મૂડીઝ દ્વારા ભારતીય અર્થતંત્ર ગ્રોથ સાથે જોડાયેલા જોખમોને જોઈને હનુમાન ઘટાડ્યા છે. પહેલાની સરખામણીએ આર્થિક વૃદ્ધિ ધીમી ગતિથી આગળ વધશે જેનું મુખ્ય કારણ એ છે કે સરકારની નીતિઓ સફળ રહી નથી.

મૂડીઝનો એવું અનુમાન પણ છે કે કરજનો ભાર ધીમે ધીમે વધીને વધુ ચિંતાજનક બની શકે છે અને કે આર્થિક વૃદ્ધિની રફતારને રોકશે પરિણામે અંદાજ પ્રમાણે ની વૃદ્ધિ રહેશે નહીં. મૂડીઝનો માનવું છે કે સરકાર દ્વારા અત્યાર સુધી જે પગલાં લેવામાં આવ્યા છે તેની સકારાત્મક અસર .અર્થતંત્ર પર પડવી જોઈએ અત્યારે અર્થતંત્રમાં જે મંદિર છે તે ઘટી જવી જોઈએ પરંતુ અત્યાર સુધી એવું થયું નથી.

Comments

comments