મૃત્યુ પછી જીવિત થયા લોકો, સંભળાવી પરલોકની કહાની, સાંભળી લોકો રહી ગયા દંગ !

December 6, 2018 at 2:08 pm


આ દુનિયામાં જે પણ જન્મે છે તેનું એક દિવસ મૃત્યુ જરૂર થાય છે. અને મૃત્યુ પછી આત્મા શરીરમાંથી બહાર નકળી જાય છે અને પરલોક પહોંચી જાય છે. હિન્દુ ધર્મ અનુસાર, યમરાજને પ્રાણ હરનાર તરીકે ઓળખવામાં આવે છે. યમરાજ માણસને મૃત્યુ આપે છે અને મૃત્યુ પહેલા થોડા સંકેત પણ આપશે, જેથી તે વ્યક્તિ તેના કામ અને જવાબદારીઓ બીજાને સોંપી શકે. જો કે,આ માનવ યમરાજના સંકેતોને ઓળખતા નથી અને કોઈ અંતિમ ઇચ્છા વિના નજીકના મૃત્યુ સુધી પહોંચી જાય છે.વિજ્ઞાને મહાન પ્રગતિ કરી છે, પરંતુ હજુ પણ આ વાતને કોઈએ શોધી નથી કે મૃત્યુ પછી માણસની આત્મા ક્યાં જાય છે. પરંતુ એક તાજેતરની ઘટનાએ દરેકને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ખરેખર, એક ઘરડો વ્યક્તિ પોતાના મૃત્યુ પછી ફરી જીવીત થાય છે ને આ વાતે દરેક લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ વાત ખબર પડતા જ ગામ ગામથી લોકો તેને જોવા આવે છે.
મૃત્યુ પછી જીવંત થયા બાદ આ વૃદ્ધ વ્યક્તિની પરલોકની વાતો સાંભળી લોકો આશ્ચર્ય પામી રહ્યા છે. માહિતી અનુસાર, ફિરોઝાબાદ જિલ્લાથી થોડે દૂર એક રામપુર ગામ છે.આ ગામમાં રહેવાવાળા જ્ઞાન સિંહે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. જ્ઞાન સિંઘ વિશ્વની સામે એક રહસ્ય લાવ્યા છે જેનો કોઈ પણ સ્વપ્નમાં વિચાર કરી શકાતો નથી.જ્ઞાન સિંઘ 2 દિવસ પહેલા શ્વાસ ચડવાથી મૃત્યુ પામ્યો હતો, પરંતુ તે હજુ પણ જીવંત છે. હવે તમે વિચારી શકો છો કે મૃત વ્યક્તિ કેવી રીતે જીવંત થઈ શકે? બન્યું કંઈક એવું કે વુદ્ધનું મૃત્યુ થતા લાશને સળગાવવા જતા શરીર હળવા લાગ્યું હતું અને અચાનક જ તેનામાં જીવ આવ્યો હતો. જેથી આજુબાજુના લોકો ડરીને દૂર હટી જાય છે. થોડી સેકન્ડો પછી જ્ઞાન સિંઘ ઉભો થયો અને દરેકની સામે મૃત્યુ થયું એ સમયનું વર્ણન કર્યું. જ્ઞાન સિંઘે કહ્યું કે મૃત્યુ પછી બે લોકો તેમને ખેંચી રહ્યા હતા. પરંતુ, જ્યાં તેઓ મને લઈ જવા માંગતા હતા ત્યાં તેઓને કોઈ કારણસર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આથી જ્ઞાન સિંહને પાછો ધરતી પર મોકલવામાં આવ્યો.તેમજ ઘરના પણ એવું સમજે છે કે હજુ તેમનો સમય બાકી હશે તેથી તેમને પાછા મોકલ્યા હશે.

Comments

comments