મેંદરડામાં નવા સ્ટેટ હાઈવેનું કામ શરૂ નહી થાય તો જૂનાગઢ કચેરીએ ધરણા-આંદોલન

April 5, 2018 at 11:36 am


મેંદરડા શહેર વચ્ચે પસાર થતાં હાઈવેની ભંગાર હાલત સુધારવા તાલુકા પંચાયત વિપક્ષીનેતા ડો.જે.બી.પાનસુરીયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
મેંદરડા શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવેની અત્યંત બીસ્માર હાલત અંગે બાંધકામ ખાતાના ઉચ્ચ અધિકારીઆેને વારંવાર આ વિસ્તારના તમામ દુકાનો ધરાવતા, રહેવાસી ભાઈઆે દ્વારા ધ્યાન દોરવામાં આવતા છતાં પ્રશ્નોનો નિકાલ થતો નથી. અને પરિણામે નિર્દોષ નાગરિકોને ભોગ બની રહેલ છે.
આ અંગે તા.29-9-2017ના રોજ મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જૂનાગઢ કલેકટરની અધ્યક્ષતામાં ફરિયાદ મેંદરડા તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા ડો.જે.બી.પાનસુરીયા દ્વારા કરવામાં આવેલ હતી અને જિલ્લાના કાર્યપાલક ઈજનેર પટેલ દ્વારા રોડના બજેટ, એજન્સી તથા તુરંત કામ કરવા અંગે લેખીતમાં જાણ કરવામાં આવેલી હતી, પરંતુ હજુ સુધી આ પ્રñનો નિકાલ થયેલ હોય વેપારી આલમમાં વ્યાપક પ્રમાણમાં હેરાનગતિને કારણે રોષની લાંગણી ફેલાયેલ છે. અને ટૂંક સમયમાં આ પ્રશ્નો જો નિકાલ નહી કરવામાં આવે તો જૂનાગઢ કાર્યપાલક ઈજનેરની કચેરી સામે યોગ્ય ન્યાય માટે ધરણા કરવામાં આવશે તેવી વ્યથા વ્યકત કરવામાં આવી છે. પ્રશ્નોનો વહેલી તકે નિકાલ થાય તેવી આમ જનતા સમસ્યાઆેથી મુકત થાય તેવી આમ જનતા તથા વેપારી સંગઠનની માંગણી છે.

Comments

comments

VOTING POLL