મેકઅપથી શોભે છે માનુનીઓનો વાન……

November 5, 2018 at 8:17 pm


મેકઅપ તો લગભગ મોટા ભાગની મહિલાઓ કરતી હોય છે. પરંતુ બહુ ઓછી વ્યક્તિઓ મેકઅપમાં વ્યવસ્થિત અને આકર્ષક લાગતા હોય છે. મેકઅપ કરવાની યોગ્ય કળા સાધી લેવામાં આવે તો સહુના આકર્ષણનું કેન્દ્ર બની શકાય છે. મેકઅપ કરવા માટે જો યોગ્ય ટિપ્સ મુજબ મેકઅપ થાય તો ચહેરાની સુંદરતા વધારી શકાય છે……

સૌથી પહેલા ચહેરાની ત્વચાના પ્રમાણે ક્લિન્જિંગ મિલ્કથી ચહેરો સાફ કરવો. બાદમાં આઇસ ક્યુબ લગાડી ચહેરાને થપથપાવી સુકવવો. બાદમાં ચહેરા પર પ્રાઈમર લગાડવું જેથી બેઈઝ બરોબર સેટ થઈ જાય….

ચહેરા પરના ખીલ અને ડાઘને છુપાવવા માટે કંસિલરનો ઉપયોગ કરવો. કંસિલર ત્વચાના રંગ સાથે મેળ ખાય તેવું પસંદ કરવું.

આઇ પેન્સિલ પણ ઉપયોગમાં લેવી.આઇ પેન્સિલને ઉપરની આઇલિડ પર લગાડવી. જો આંખ ઝીણી હોય તો, પાંપણની ઉપર-નીચે એમ બન્ને પર લગાડવું. જેથી આંખો મોટી અને આહલાદક દેખાય છે…આઈલાઈનર લગાડવા માટે યોગ્ય બ્રશનો ઉપયોગ કરવો…આઈસેડોનો સેડ ફંકશનના સમય પ્રમાણે આપવો…સવારની પાર્ટી હોય તો પિંક, અથવા બ્રાઊન શેડનો ઉપયોગ કરવો. સાંજની પાર્ટી હોય તો હળવો ગોલ્ડન આઇશેડો પાંપણપર લગાડવો. રાતની પાર્ટી હોય તો બ્રોન્ઝ આઇશેડો કિનારી પર લગાડવો અને વચ્ચેનો ભાગછોડી દેવો. બન્ને બાજુથી બ્લેન્ડ કરવો જેથી આઇશેડોનો સોફ્ટ લુક આવશે.

બોલ્ડ મેકઅપ માટે બ્લેક લિકવિડ આઇલાઇનરને કાજળની ઉપર લગાડવું જેથી આંખ વધુ ઘેરીને ખૂબસૂરત લાગશે.

આઇશેડો લગાડ્યા પછી અંતમાં પાંપણ પર બે-ત્રણ કોટ મસકરા લગાડવો. શક્ય હોય તો લોન્ગલાસ્ટિંગ મસ્કરા લગાડવો.
.
ચીક બોન પર બ્રોંઝર લગાડવાથી ચીક બોન્સ બાઇલાઇટ થશે અને ચહેરાનો ઉભાર આવશે.

મેકઅપ થઇ ગયા બાદ કોમ્પેક્ટ પાવડરરથી ટચઅપ કરવું. જેથી મેકઅપ સેટ થઇ જશે.

લિપસ્ટિક લગાડતા પૂર્વે લિપ પેન્સલથી આઉટલાઇન કરવું.

આઇબ્રો પર મેકઅપ લાગી ગયો હોય તો હળવા ભીના સ્પંજથી સાફ કરવું. આઇબ્રો પેન્સિલથી હળવો કોટ લગાડવો જેથી આકર્ષક કાળો રંગ આપશે.

લિપસ્ટિક લગાડયા પછી એક વખત કોમ્પેક્ટ પાવડરથી સેટ કરવું. એ પછી લિપ કલરનો કોટ લગાડવો, જેથી લિપસ્ટિક લાંબા સમય સુધી ટકી રહેશે.

Comments

comments

VOTING POLL