મેકિસકોમાં પાઈપલાઈનમાંથી આેઈલની ચોરી વખતે બ્લાસ્ટ થતા 73ના મોત

January 20, 2019 at 12:01 pm


મેક્સિકોમાં તેલ-ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટની સાથે જ ભીષણ આગ લાગવાથી અત્યાર સુધીમાં 73 લોકોના બળીને ખાખ થઇ ગયા છે. જ્યારે 74થી વધુ લોકો ઘાયલ અને 80થી વધુ લોકો ગુમ થયા છે. ભારતીય સમયાનુસાર આ ઘટના સવારે હિડાલ્ગો કસબામાં બની હતી. ત્યાંના ગવર્નર ઉમર ફયાદે કહ્યું કે સ્થાનિક લોકો પાઇપલાઇનમાંથી તેલ ચોરવા માટે ભેગા થયા હતા, ત્યારે અચાનક જ આગ લાગતા મૃતદેહો આમતેમ ઉછળ્યા અને ત્યાં ને ત્યાં જ બળીને ભડથું થઇ ગયા. જો કે હાલ આગ પર હાલ કાબૂ મેળવી લેવાયો છે.
મેક્સિકોના ઉત્તરમાં આવેલા ત્લાહેલિલપન શહેરમાં વિસ્ફોટ થયો હતો. મેક્સિકોના રાષ્ટ્રપતિએ ઇંધણ ચોરીને મોટો મુદ્દાે ગણાવ્યો હતો અને તે સમયે જ ઇંધણ ચોરી કરનારાઆેની સાથે આ અકસ્માત થયો છે.
મધ્ય મેક્સિકોમાં શુક્રવારના રોજ ઇંધણની એક પાઇપલાઇનમાં ભીષ આગ લાગતા મૃતકોની સંખ્યા વધી 73 થઇ ગઇ છે. સેંકડો લોકો પાઇપલાઇનમાંથી રિસાવ થતા તેલ ચોરવા માટે ભેગા થયા હતા ત્યારે અહી આગ લાગી ગઇ.
મેક્સિકોના રાષ્ટ્રપતિ અંડ્રેસ મેનુઅલ લોપેઝે શનિવારે સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે સેનાનું વલણ સાચું છે. ભીડને અનુશાસિત કરવું સરળ નથી. રાષ્ટ્રપતિએ દેશમાં તેલ સંબંધી વધતી સમસ્યાઆેની વિરુÙ પોતાની લડાઇ ચાલુ રાખવાનો પણ સંકલ્પ લીધો.
અકસ્માત એવા સમયે થયો જ્યારે મેક્સિકોના અંડ્રેસ મેનુઅલ લોપેજ ઇંધણ ચોરીને લઇ રાષ્ટ્રીય સ્તર પર પોતાની યોજનાઆેને qક્રયાિન્વત કરવાની યોજના બનાવી રહ્યાં છે. પેમેક્સ પાઇપલાઇનોમાંથી ઇંધણની ચોરીથી મેક્સિકોને 2017મા ત્રણ અબજ ડોલરનું નુકસાન થયું હતું.

Comments

comments

VOTING POLL