મેક્સિકોમાં પ્લેન ક્રેશ: 100 મુસાફરોનો આબાદ બચાવ

August 1, 2018 at 11:02 am


મેક્સિકોના ડુરંગો વિસ્તારમં એયરોમેક્સિકોનું એક એમ્બ્રાયર પ્રવાસી વિમન ઉડાન ભરવાની સાથે જ દૂર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. વિમાનના દૂર્ઘટનાગ્રસ્ત થવાના કારણે ઓછામાં ઓછા 85 લોકોને નાની-મોટી ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે.
અમેરિકાના મેક્સિકોમાં એક પ્લેન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. તમામ લોકોએ મોતને માત આપી છે. પરંતુ 85 મુસાફરોને નાની મોટી ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મેક્સિકોનું એરોમેક્સિકોની ફ્લાઈટ 2431 એમ્બ્રાયર 190 હતુ. જેમાં 100 મુસાફરો સવાર હતા.
આ પ્લેને ઉડાન ભયર્િ બાદ તે દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. પ્લેન ક્રેશ થતા પ્લેનમાં સવાર તમામ મુસાફરોનો જીવ તાળવે ચોંટયો હતો પરંતુ કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે. બસ આ તમામ મુસાફરોએ મોતને હાથ તાળી આપી. ઘટનાના પગલે પોલીસ અને ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ખરાબ વાતાવરણને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. પરંતુ હજુ સુધી પ્લેન ક્રેશ થવા પાછળનું યોગ્ય કારણ જાણવા મળ્યુ નથી.

Comments

comments