મેઘરજ, પ્રાંતીજ, સિધ્ધપુર, બેચરાજીમાં 2થી 3 ઇંચ

August 30, 2018 at 10:56 am


અરવલ્લી જિલ્લાના મેઘરજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતીજ, તલોદ, પંચમહાલ જિલ્લાના સહેરા, પાટણ જિલ્લાના સિધ્ધપુર, રાધનપુર, મહિસાગર જિલ્લાના સંતરામપુર, મહેસાણા જિલ્લાના બેચરાજી સહિતના વિસ્તારોમાં 2થી 3 ઇંચ વરસાદ પડયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સવારે 8 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 28 જિલ્લાના 125 તાલુકામાં સામાન્યથી મધ્યમ વરસાદ થયો છે અને સૌથી વધુ વરસાદ અરવલ્લી જિલ્લાના મેઘરજમાં 74 મીમી નાેંધાયો છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ માટે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડશે.

Comments

comments