મેઘરાજાએ ચિંતા કરાવી

August 6, 2018 at 9:38 am


ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પ્રારંભમાં અનરાધાર વરસ્યા પછી અચાનક બ્રેક લેનાર મેઘરાજાએ ચિંતા કરાવી દીધી છે. આેણ સાલ ચોમાસુ સામાન્ય રહેશે એવી આગાહી કરનાર ભારતીય વેેધશાળા વિભાગે હવે કહ્યું છે કે, આેગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય કરતાં આેછો હશે. આથી ચોમાસાની મોસમમાં બીજા તબક્કાના હિસ્સામાં સામાન્ય વષાર્ની આરંભિક આગાહી કરતાં મેઘરાજા આેછા વરસશે.હવામાન ખાતાની આ આગાહીને કારણે લોકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં ચિંતા ઉભી થઇ છે.

નૈઋત્યના ચોમાસાની ઋતુ દરમિયાન લાંબા ગાળાની બીજી આગાહીમાં આઈએમડીએ કહ્યું છે કે, જુલાઈના અંત સુધીના ગાળાથી સંકેત સાંપડે છે કે બિહાર, ઝારખંડ તેમ જ ઈશાન ભારતના રાજ્યો સિવાય આખા દેશમાં વરસાદ આગામી બે માસ ચાલુ રહે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

હવામાન માટે આગાહી કરનાર સ્કાઈમેટ નામની ખાનગી એજન્સીએ આ વર્ષના ચોમાસા માટે કરેલી આગાહીમાં ઘટાડો કરી દીધો છે. આમ પણ એલપીએ મોડેલ મુજબ આઠ ટકા વધારો કે ઘટાડો શક્ય છે. સમુદ્રની સપાટી ગરમ થઈ રહી હોવાને લીધે ભારતમાં સામાન્ય કરતાં આેછી વષાર્ થવાની શક્યતા છે. આેગસ્ટમાં એલપીએના 88 ટકા તેમ જ સપ્ટેમ્બરમાં એલપીએનો 93 ટકા વરસાદ વરસવાની શક્યતા છે.હાલમાં ઉત્તરપ્રદેશ જેવા રાજ્યમાં મેઘરાજા વરસી રહ્યા છે પરંતુ પિશ્ચમ ભારતના રાજ્યો વરસાદના સારા રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે.

Comments

comments

VOTING POLL