મેચ પૂરો, હવે પરિણામ ઉપર નજર

May 20, 2019 at 10:07 am


લોકસભાની ચૂંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂં થઇ ગયું છે અને હવે સૌની નજર ૨૩મીને ગુવારે આવનારા પરિણામો ઉપર છે. આ વખતના પરિણામો દેશના ભવિષ્યની દિશા ચોક્કસ નક્કી કરશે કારણ કે, બધા રાજકીય પક્ષો જીવ ઉપર આવીને ચૂંટણી લડા છે અને દિલ્હીની ગાદીએ બેસવા માટે અધીરા બન્યા છે. ૫૪૩ બેઠક માટે ખેલાયેલા જગં પછી હવે કૌન બનેગા પ્રધાનમંત્રી એ સૌથી વધુ પૂછતો પ્રશ્ન છે. એક તરફ ભાજપે ૩૦૦થી વધુ બેઠક સાથે ફરીથી સત્તામાં આવવાનો વિશ્વાસ વ્યકત કર્યેા છે તો વિરોધ પક્ષ માને છે કે, મોદી સરકારના દિવસો પુરા થઇ ગયા છે અને દેશને હવે નવા વડાપ્રધાન મળશે.
સાતેય તબક્કાનો પ્રચાર પૂરો થતા જ પાંચ વર્ષમાં પહેલી વાર પત્રકારોની સામે આવેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાં સક્ષમ સરકાર હોય છે તો રમઝાન પણ હોય છે, આઇપીએલ પણ હોય છે અને ચૂંટણી પણ થાય છે. તેને હત્પં કોઇ મોટી સફળતા તરીકે નથી ગણાવતો. હત્પં માનું છું કે કેટલીક વાતો આપણે ગર્વ સાથે વિશ્વ સમક્ષ કરી શકીએ છીએ. આ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, આ લોકશાહીની શકિત વિશ્વની સામે લઇ જવું અમારી ફરજ છે. અમે વિશ્વને પ્રભાવિત કરવું જોઇએ કે અમારા લોકશાહી કેટલી વિવિધતાઓથી છે.અમિત શાહે કહ્યું કે, અત્યાર સુધી ચૂંટણી પ્રચારના આધારે કહી શકુ છું કે દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઇ રહી છે. ગત્ત પાંચ વર્ષમાં જે કાંઇ પણ મોટી ચૂંટણીઓ યોજાઇ એમાં અમને સફળતા મળી છે.કોંગ્રેસના પ્રમુખ રાહત્પલ ગાંધીએ પણ એન.ડી.એ.સરકારની રવાનગી નિશ્ચિત છે તેવો દાવો કર્યેા હતો
આ વખતની ચૂંટણીમાં મોદી અને મમતા વચ્ચે ખેલાયેલું શાબ્દિક યુધ્ધ સૌથી ગરમ મુદ્દો રહ્યો હતો. ભાજપે પશ્ચિમ બંગાળમાં પોતાની પૂરી તાકાત શા માટે લગાવી છે? ભાજપને ત્રણ વર્ષ પહેલાં પ્રતીતિ થઈ ચૂકી હતી કે, લોકસભાની ચૂંટણીમાં પોતાના ગઢ ગણાતા રાયોમાં ૨૦૧૪ની માફક ૯૦થી ૧૦૦ ટકાનો સ્ટ્રાઈકિંગ રેટ પુન: પ્રા થશે નહીં, ટૂંકમાં, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર્ર અને ઉત્તરપ્રદેશ જેવાં રાયોમાં જો બેઠકોની ઘટ પડે તો પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં વધુ બેઠકો મેળવીને ખાતું સરભર કરી શકાય. ભાજપે ૨૦૧૮ની પંચાયત ચૂંટણીઓમાં પૂરી તાકાત લગાવીને પોતાનો વોટશેર બે ટકાથી વધારીને ૧૯ ટકા જેટલો કરી નાંખ્યો હતો. પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીનું મહત્વ સૌથી વધુ હોય છે. કારણકે, કોંગ્રેસ અને ડાબેરીઓની કેડરબેઝ પાર્ટીએ પંચાયત રાજને સૌથી વધુ મહત્વ પશ્ચિમ બંગાળમાં આપ્યું છે.
આમ તો બઁગાળ ઉપરાંત ઉત્તર પ્રદેશ પણ એટલું જ મહત્વનું રહ્યું છે. દિલ્હીમાં સત્તા મેળવવી હોય તો ઉત્તરપ્રદેશ જીતવું જરી હોય છે તેવી એક માન્યતા છે અને આ માન્યતાને બધા અનુસરે પણ છે. આ હિસાબે ભાજપ માટે પણ ૨૦૧૪ જેવો જ દેખાવ જાળવી રાખવો અનિવાર્ય બન્યો છે

Comments

comments

VOTING POLL