મેટોડામાં એન્જલ પંપ, કિસાન આેટો અને સુમોલેકસમાંથી દોઢ કરોડનું ડિસ્કલોઝર

September 12, 2018 at 3:46 pm


અમદાવાદમાં મોટા ગજાના એન્ટ્રી આેપરેટરોને ત્યાં ગઇકાલે મેગા સર્ચ આેપરેશન બાદ રાજકોટના આૈદ્યાેગીક ઝોન મેટોડામાં આઇટી વિભાગે તવાઇ ઉતારી હતી. ગઇકાલે સાંજે મેટોડાના ત્રણ આૈદ્યાેગીક એકમો પર સર્વે કરી દોઢ કરોડનું ડિસ્કલોઝર કર્યું હતું.

પ્રિન્સીપાલ સીઆઈટી-1 અજીતકુમાર સીન્હાના માર્ગદર્શન હેઠળ એડીશ્નલ કમિશનર ઉષા શ્રાેફે અને ડેપ્યુટી કમિશનર મનિષ અજુડીયા દ્વારા મેટોડા જીઆઈડીસીના ત્રણ સ્થળે સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં એન્જલપંપ, સુમોલેકસ અને કિસાન આેટો પાર્ટસમાં સર્વે કરી દોઢ કરોડ રૂપિયાનું ડિસ્કોઝર જાહેર કરાયું હતું. જાણવા મળતી વિગતો મુજબ એન્જલપંપમાં આઈકર અધિકારી ચંદ્રેશ જોષીની ટીમ કિશાન આેટો પાર્ટસમાં સંજય કુસલાણી, અનીલ પરમાર અને સુમોલેકસમાં રાજીવકુમાર અને રાઠોડ સહિતના અધિકારીઆેએ ગત મોડી સાંજે આ સર્વે હાથ ધર્યો હતો અને મોડી રાત સુધી આ સર્વે ચાલુ રહ્યાે હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે નવા નાણાકિય વર્ષનો આ પ્રથમ સર્વે તેમજ નવી જોગવાઇ પણ લાગુ પડશે. આઈટીના આ સર્વેમાં એન્જલપંપમાંથી 80 લાખ, કિશાન આેટો પાર્ટસમાંથી 40 લાખ અને સુમોલેકસમાંથી 30 લાખનું ડિસ્કલોઝર થયું હતું. મેટોડામાં આવેલા એન્જલ પંપ, કિસાન પાઇપ તેમજ સુમોલેક્ષ ગ્રુપ પર આઇટીની તપાસ શરૂ કરી હતી. આ તપાસ મોડી રાત્રી સુધી ચાલી રહી હતી. જે દરમિયાન હિસાબોની આવક જાવકના ચોપડા અને બીન હિસાબી વ્યવહારો આઇટીની ટીમે જપ્ત કર્યા હતાં.

સીઆઇટી-1,2ની ત્રણ ટીમે આ ત્રણેય એકમો ઉપર ધા¦સ બોલાવી હતી. જાણવા મળતી વિગત મુજબ સબમશ}નલ ક્ષેત્રમાં એન્જલ પંપ સૌરાષ્ટ્રભરમાં બહોળુ નામ ધરાવે છે, જયારે સુમોલેક્ષ નામની કંપની શિપીગ પાર્ટસના વ્યવસાય સાથે જોડાયેલી છે. મેટોડાના આઇટીનો સર્વે થતા ઉદ્યાેગકારોમાં ફફડાટ ફેલાયો છે. લાંબા સમય બાદ આઇટી વિભાગે કરચોરો પર એકશન લેવાનું શરૂ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવા નાણાકિય વર્ષ 2018-19નું આ પ્રથમ સર્વે હતો.

નવા વર્ષનું પ્રથમ મુહૂર્ત કરતું રેન્જ-1

અજીતકુમાર સિન્હા (પ્રિન્સીપાલ કમિશનર)ના સીધા માર્ગદર્શન હેઠળ એડીશનલ કમિશનર ઉષા શ્રાેફે અને ડેપ્યુટી કમિશનર મનિષ અજુડિયાના નેતૃત્વ હેઠળ આવક વેરા વિભાગની ત્રણ ટીમે નવા વર્ષમાં પ્રથમ મુહુર્ત કર્યુ હતું અને ત્રણ સ્થળેથી દોઢ કરોડની ટેકસ ચોરી ઝડપી લીધી હતી. આ કામગીરીમાં ચંદ્રેશ જોષી, રાજીવકુમાર, ભરત રાજયગુરુ, દિપક ભટ્ટ, શ્રીકાંત, ભરત પરમાર, અનિલ પરમાર, સલિમ કબાણી, રાઠોડ, સંજય ખુસલાણી અને પરમાર સહિતના અધિકારીઆે જોડાયા હતાં.

નાણાકીય વર્ષ 2018-19ના નવા નિયમ મુજબનો પ્રથમ કેસ

ગઈકાલે નવા વર્ષનો પ્રથમ સર્વે હતો ત્યારે આવકવેરા વિભાગની નવી જોગવાઈ પણ આ સર્વેમાં લાગુ પડશે. આ વિશે આઈટીક્ષેત્રના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ નવા વર્ષના નવા નિયમ મુજબ અન્ડર રિપોટીગ રીટર્ન 271/એ કલમ મુજબ 200% ટેકસ ઉપરાંત 77.26% પેનલ્ટી ચુકવવી પડશે. વધુમાં જાણકારો જણાવે છે કે બીનહિસાબી વ્યવહારો ઝડપાય તો ત્રણસો ગણો ટેકસ ચૂકવવો પડશે.

મેટોડાના સર્વેની ચર્ચા દિલ્હી સુધી…ઉચ્ચ અધિકારીઆેએ રાજકોટ ટીમની પીઠ થાબડી

નવા નાણાકીય વર્ષમાં નવી જોગવાઈ મુજબ રાજકોટમાં થયેલા સર્વેની ચર્ચા દિલ્હી સુધી પહાેંચી છે. ગઈકાલે અમદાવાદમાં પણ જીજ્ઞેશ શાહ અને સંજય શાહને ત્યાં કરોડો રૂપિયાની રોકડ આઈટી ટીમે ઝડપી લીધી હતી. આ સર્ચ આેપરેશન ચાલી રહ્યું હતું તે દરમ્યાન મેટોડામાં એન્જલ પંપ, કિશાન આેટો અને સુમોલેકસ એમ ત્રણ એકમો પર રાજકોટ આઈટીઆઈ સર્વે હાથ ધર્યો હતો પણ ખાસ ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગની નવી જોગવાઈ 271/એ કલમ મુજબ રાજકોટમાં આ પ્રથમ કેસ નાેંધાતા અમદાવાદમાં ઉચ્ચ અધિકારીઆેએ રાજકોટના આવકવેરા વિભાગની ટીમની પીઠ થાબડી હતી.

Comments

comments