મેડિકલમાં બોગસ સટિર્ફિકેટના આધારે પ્રવેશ રોકવા અધિક કલેકટરના વડપણ હેઠળ કમિટીની રચના

September 14, 2018 at 3:35 pm


બોગસ ડોમિસાઈલ સટિર્ફિકેટના આધારે મેડિકલ ફેકલટીમાં પ્રવેશ મેળવાતો હોવાની ફરિયાદ હાઈકોર્ટમાં કરાતાં હાઈકોર્ટે તમામ વિદ્યાર્થીઆેના ડોમિસાઈલ સટિર્ફિકેટની પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને રચાયેલી કમિટિ દ્વારા ખરાઈ કરી હતી. ખરાઈની આ પ્રક્રિયા હજુ ગયા સપ્તાહે પુરી થઈ છે ત્યાં સરકારે આ પ્રકરણમાં રિ-ચેકિંગનો આદેશ કરતાં તંત્ર ધંધે લાગ્યું છે.

રિ-ચેકિંગમાં અધિક કલેકટર પરિમલ પંડયાના અધ્યક્ષસ્થાને કમિટિની રચના કરવામાં આવી છે.

આ કમિટિમાં જિલ્લા પુરવઠા અધિકારી વાય.પી.જોષી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ આેથોરિટીના મામલતદારનો સમાવેશ કરાયો છે. આવતી કાલે આ સંદર્ભે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરાયું છે અને તેમાં રિ-ચેકિંગમાં કયાં મુદ્દાઆે ધ્યાનમાં લેવા તેનું માર્ગદર્શન આપવામાં આવશે અને ત્યારબાદ ઉચ્ચ અધિકારીઆેની આ કમિટિ પોતાકનું કામ શરૂ કરશે.

Comments

comments

VOTING POLL