મેડીકલમાં ઘુસી આતકં મચાવનાર ૪ પૈકી ૧ ઝડપાયો

April 19, 2019 at 2:59 pm


શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલ સર્જીકલની દુકાનમાં ઘુસી, તોડફોડ કરી દુકાનદાર અને તેના કર્મચારી પર હત્પમલો કરવાની ઘટનામાં પોલીસે એક શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દુકાન પાસે ગાળો બોલવાની ના કહેતા ચાર શખ્સોએ આતકં મચાવ્યો હતો.
એ.ડીવીઝન પોલીસ સુત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ શહેરના વિજયરાજનગર શેરી નં.ર, પ્લોટ નં.૩૧૬–ડીમાં રહેતા અને કાળાનાળામાં રામ મેડીકલ એન્ડ સર્જીકલના નામે દુકાન ધરાવતા પરેશ હસમુખભાઇ જાની (ઉ.વ.૪૩)એ વધલ બુધા આલગોતર, રાજન બુધા આલગોતર, સંજય બાલા તેમજ કોઇ એન.કે. નામના શખ્સ વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી હતી કે મોડી સાંજે ઉપરોકત શખ્સો દુકાન પાસે ગાળો બોલતા હોય જે અંગે ટપારતા ચારેય શખ્સોએ ઉશ્કેરાઇ જઇ ધોકા સાથે દુકાનમાં ઘુસી તોડફોડ કરી કોમ્પ્યુટર સહીતની વસ્તુઓને તોડી નુકશાન પહોંચાડી પોતાના અને દુકાનના કર્મચારી અભયભાઇ પર હત્પમલો કરી ઇજાઓ પહોંચાડી નાસી છુટયા હતા.
પરેશભાઇએ નોંધાવેલી ફરીયાદના આધારે તખ્તેશ્ર્વર પ્લોટના પોસઇ આર.એ.પટેલે ધવલ બુધા આલગોતર, રાજન બુધા આલગોતર, સંજય બાલા અને એન.કે.નામધારી શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી ઘટનાના ગણતરીના સમયમાં જ રાજન બુધા આલગોતરને દબોચી લઇ ફરાર બનેલા શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી

Comments

comments