મેયરનાં વોર્ડમાં યુઝર્સ ચાર્જ–ફેર આકારણીની આગ ભડકી : રાત્રે વેપારીઓની સભા

April 12, 2019 at 9:05 pm


ભાવનગરમાં આકરા કરવેરા સામે પહેલેથી જ કરદાતાઓમાં રોષ છે ત્યાં યુઝર્સ ચાર્જનો માર ભળતા આક્રોશ ભભૂકી ઉઠો છે અને વેપારીઓએ લડતની આગેવાની લીધી છે. મ્યુ.યુઝર્સ ચાર્જ ઉપરાંત એક માત્ર પીરછલ્લા વોર્ડમાં ફેર આકારણી થતા બીલની રકમમાં અનેક ગણો વધારો થયો છે જે દાજયા પર ડામ ગણાવી ભાવનગરના વેપારીઓએ ચૂંટણી ટાણે જ બાયો ચડાવી છે. બીજી બાજુ વેપારીઓ વચ્ચે જઇ ડેમેજ કન્ટ્રોલ કરી શકે તેવી નેતાગીરીનો શાસક પક્ષમાં અભાવ છે આથી લડત વધુ વેગ પકડી રહી છે. આ મુદ્દે આજે વિવિધ વિસ્તારના વેપારી એસો.ની એક સભા મળનાર છે ત્યારે સ્વભાવિક જ અવાજ વધુ બુલદં બનશે.!
લોકસભા ચૂંટણી ટાણે જ યુઝર્સ ચાર્જનું ભૂત બરોબરનું ધુણયુ છે. ભાવનગર મહાપાલિકા દ્રારા વસુલાતા વિવિધ ટેકસ પહેલેથી અસહ્ય હોવાની બુમ છે તેમાં રહેણાંકમાં ઘરદીઠ યુઝર્સ ચાર્જનો વાર્ષિક . ૨૪૦ અને કોમર્શિયલ બીલમાં વાર્ષિક ૬૦૦નો વધુ ફટકો પડયો છે.તો સામે સેવા સુવિધા આપવામાં મ્યુનિસિપાલટી વામણી પુરવાર થઈ છે. કમરતોડ કર વધારા પછી પણ ભાવનગરમાં તૂટેલા રસ્તા, રખડતા ઢોર, સફાઈનો અભાવ અને જેના માટે યુઝર્સ ચાર્જ વસુલાય છે તે ટેમ્પલ બેલની અનિયમિતતા જેવા અસંખ્ય પ્રશ્નો નગરજનોને સતાવી રહ્યા છે. આ મુદ્દે લોકોના અવાજને નજર અંદાઝ કરવાનું હવે ભારે પડું હોય એમ વેપારી મહાજનોએ મોકો જોઈ નગારે ઘા કર્યેા છે.! અત્રે ઉલ્લેખનીય છે કે, બિઝનેસ સેન્ટર વેપારી એસો.એ યુઝર્સ ચાર્જ અને ફેર આકારણીમાં વેરાના મારનો વિરોધ કરી મતદાન બહિષ્કારના બેનર લગાવી જાહેરમાં નારાજગી વ્યકત કરી આક્રોશ જતાવ્યો છે. પરંતુ વેપારીઓનો રોષ થાળે પાડે તેવી નેતાગીરીનો અભાવ છે આથી હાલ મેયરના વોર્ડમાં જ આ મામલો ભારે ગરમાયો છે અને લડત દિવસે દિવસે મજબૂત થઈ જાય છે. ખાસ કરીને ફેર આકારણી કરી પીરછલ્લા વોર્ડમાં વેરો વધારાનો માર પડો છે તે સામે વેપારીઓ લડી લેવાના મૂડમાં છે અને આ મુદ્દે ગઈકાલે વેપારી આગેવાનોની બેઠક મળી હતી અને આજે શુક્રવારે રાત્રે ૮.૩૦ કલાકે સપના ગેસ્ટ હાઉસ પાસે સાકાર હોલ, નાગરપોળના ડેલામાં વિવિધ વેપારી એસો.નું સંમેલન બોલવામાં આવ્યું છે જેમાં આગળની રણનીતિ ઘડાશે

Comments

comments