મેયર–સ્ટે.ચેરમેન–કોર્પેારેટરો રાત્રીથી ફાયર બ્રિગેડ સ્ટેશનમાં બજાવશે ફરજ

June 12, 2019 at 6:33 pm


રાજકોટના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતના પદાધિકારીઓ તેમજ તમામ નગરસેવકોને ‘વાયુ’ વાવાઝોડાની પરિસ્થિતિને લઈને ૪૮ કલાક સુધી પોતાનો વોર્ડ નહીં છોડવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પદાધિકારીઓને ફાયરબ્રિગેડ સ્ટેશનમાં બેસીને ફરિયાદોના ઝડપી નિકાલની કામગીરી કરાવવાનું મોનિટરિંગ કરવાની સુચના આપવામાં આવી છે.

મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમારએ જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાંથી સૌરાષ્ટ્ર્ર તરફ આવી રહેલ વાયુ વાવાઝોડાના ખતરા સામે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આનુસાંગિક તૈયારીઓ તેમજ જરી આવશ્યક પગલાઓ લેવા આયોજન કરવામાં આવેલ છે. વાવાઝોડાની સંભવિત અસર તા.૧૩મી એ સૌથી વધુ તીવ્ર હોવાનું હવામાન વિભાગ દ્રારા જણાવેલ હોઈ, રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ભયજનક હોડિગ, ઈમારતો, તેમજ નદી કાંઠા વિસ્તારોમાં વસતા લોકોને જાગૃતિ માટે પ્રચાર પસાર તેમજ જર જણાયે નદી કાંઠાના વિસ્તારને અન્ય જગ્યાએ ખસેડવાની જરત પડે તો શહેરની શાળાઓમાં લાઈટ, પીવાનું પાણી, ફડ પેકેટ, વિગેરે તમામ વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવેલ છે. વાયુ વાવાઝોડાના અનુસંધાને જયુબેલી ગાર્ડન ખાતે અને ફાયરબ્રિગેડ વિભાગ ખાતે કંટ્રોલમ શ કરવામાં આવેલ છે. તેમજ કંટ્રોલમ ખાતે નોંધાતી ફરિયાદોનું તુરતં નિકાલ થાય તે માટે જરી ટીમ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત જર પડે સિટી બસનો પણ ઉપયોગ કરાશે. તેમજ આરોગ્ય શાખાઓને પણ આવશ્યક દવાઓ સાથે સ્ટાફ તૈયાર રાખવામાં આવેલ છે.

વિશેષમાં, ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પેારેટરશ્રીઓ પોતાના વિસ્તારમાં કોઈ પણ મુશ્કેલી ઉદભવે તો તત્રં સાથે સંકલનમાં રહી મુશ્કેલી નિવારવા જરી કાર્યવાહી કરશે. તેમજ પોતાના વિસ્તારમાં રહેલ સામાજીક સંસ્થાઓ પણ મદદપ થાય તે માટે જરી કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના કંટ્રોલમ, ફાયર સ્ટેશનો, વિગેરે જગ્યાએ પદાધિકારીઓ, કોર્પેારેટરો ઉપસ્થિત રહી વાવાઝોડાના અનુસંધાને જરી પગલાઓ લેવાય તે માટે કાર્યવાહી કરશે. આજ રાત્રીથી સેન્ટ્રલઝોન જયુબેલી ખાતેના કંટ્રોલમે મેયર બિનાબેન આચાર્ય (૯૮૯૮૨ ૧૧૬૦૬), સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ (૯૯૦૯૯ ૯૨૪૦૪) ઉપસ્થિત રહેશે. તેજ રીતે વેસ્ટઝોન નિર્મળા રોડ પરના ફાયર સ્ટેશન ખાતે સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઇ પટેલ (૯૮૭૯૩ ૭૭૭૭૭), સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા (૯૪૨૬૯ ૩૦૨૩૩) તેમજ બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા (૯૮૨૪૫ ૮૧૯૯૯) હાજર રહેશે. આ ઉપરાંત ઈસ્ટઝોન ભાવનગર રોડ ખાતેના ફાયર સ્ટેશને ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા (૯૮૨૫૦ ૭૪૭૨૭), શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી (૯૪૨૭૨ ૦૦૧૨૭) તેમજ સેન્ટ્રલ ઝોન મુખ્ય ફાયર સ્ટેશને શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર (૯૮૨૫૨ ૧૨૩૦૧), કોર્પેારેટર નીતિનભાઈ રામાણી (૯૮૭૯૦ ૭૭૦૬૨) ઉપસ્થિત રહી કામગીરી અને ફરિયાદના નિકાલ માટે જરી સંકલન કરશે. મુખ્યમંત્રી વિજયભાઈ પાણીએ પણ વાયુ વાવાઝોડાના ખતરા સામે તંત્રને સ કરવામાં આવેલ છે. સંભવિત ખતરા સામે પગલાઓ લેવા આગોતં આયોજન કરવામાં આવેલ.

વાયુ વાવાઝોડાનો ખતરો સૌરાષ્ટ્ર્રમાં દરિયાકાંઠા વિસ્તારમાં વધુ અસર જોવા મળશે, જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડની તમામ સ્ટાફની ટીમો અન્ય શહેરો કે નગરોમાં જવા માટેની તૈયારી કરવામાં આવેલ છે. ફાયરબ્રિગેડના સ્ટાફને બહારગામ જવાનું થાય તો આવશ્ય ચીજ વસ્તુઓ જેમકે, બોટ, લાઈટ રીંગ, રસ્સા, રસ્સી, તેમજ જરી સાધન–સામગ્રીઓ સહિતની તૈયારીઓ કરવામાં આવેલ છે. શહેરના નદી કાંઠા વિસ્તારોમાં સ્થળ વિઝીટો ચાલુ છે અને પ્રચાર રીક્ષાઓ દ્રારા ત્યાં વસતા લોકોની જાગૃતતા માટે કાર્યવાહી ચાલુ છે

Comments

comments

VOTING POLL