‘મેરા પરિવાર-ભાજપ પરિવાર’ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો અમદાવાદથી અમિત શાહના હસ્તે પ્રારંભ

February 12, 2019 at 11:35 am


‘મેરા પરિવાર-ભાજપ પરિવાર’ના રાષ્ટ્રીય વ્યાપી અભિયાનનો આજે સવારે અમદાવાદથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહે કર્યો હતો. આ વખતે તેમની સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લોકસભાના ચૂંટણી પ્રભારી આેમ માથુર, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના આગેવાનો અને હજારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અમિત શાહે પોતાના એસ.જી. હાઈ-વે પર થલતેજ ચાર રસ્તા પર જલસા પાર્ટી પ્લોટ પાસે રોયલ ક્રેશન્ટમાં આવેલા નિવાસસ્થાને ભાજપના ધ્વજનું ધ્વજારોહણ કર્યું હતું. આ કાર્યક્રમ પુરો થયા બાદ અમિતભાઈ શાહના નિવાસસ્થાનેથી ભાજપના હજારો કાર્યકરો અને આગેવાનો રેલી સ્વરૂપે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય આેડિટોરિયમ પહાેંચ્યા હતા અને ત્યાં સવારે 10 વાગ્યે અભિયાનનો દેશવ્યાપી શુભારંભ કરી કાર્યકરોને લોકસભાની આગામી ચૂંટણી માટે અત્યારથી જ લાગી જવા અને પરિશ્રમની પરાકાષ્ઠા સજીર્ કમળ ખીલવવા માટે આહ્વાન કર્યું હતું.

અમદાવાદનો કાર્યક્રમ પુરો કરી અમિત શાહ ગોધરા પહાેંચ્યા હતા અને ત્યાં પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, લોકસભા બેઠકના કલસ્ટર સંમેલનમાં પહાેંચ્યા હતા. ગોધરા ખાતે શહેરા રોડ ઉપર એસઆરપી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ સંમેલનમાં અમિતભાઈ શાહ સાથે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર, પ્રદેશના આગેવાનો, કલસ્ટર સંમેલનોમાં લોકસભા મત વિસ્તારના પ્રભારીઆે, ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જ, વિસ્તારકો, સંકલન સમિતિના સભ્યો, પ્રદેશ કારોબારી સભ્યો, મંડલ પદાધિકારી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડેલા ઉમેદવારો, પ્રદેશ-જિલ્લા-મહાનગરના મોરચા પદાધિકારીઆે, મંડલ-મોરચાના પ્રમુખો, મહામંત્રીઆે, શિક્ત કેન્દ્રના ઈન્ચાર્જ-પ્રભારીઆે, બોર્ડ નિગમના પદાધિકારીઆે, પૂર્વ ધારાસભ્યો, સંસદસભ્યો સહિતનાઆે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Comments

comments

VOTING POLL