મેહુલ ચોકસીનો બીજો પાસપોર્ટ પણ ગેરકાયદે

September 12, 2018 at 11:06 am


પંજાબ નેશનલ બેન્કને 13,500 કરોડ પિયાની છેતરપિંડીની તપાસ કરી રહેલી એજન્સીઓએ જણાવ્યું કે આ કૌભાંડના એક આરોપી મેહલ ચોકસીએ એન્ટીગુઆનો પાસપોર્ટ ગેરકાયદે રીતે હાંસલ કર્યો હતો. જો કે ચોકસીએ પોતાના એક વીડિયો મેસેજમાં આરોપ્નો ઈનકાર કરી ભારતીય એજન્સીઓ ઉપર પ્રતિઆરોપ લગાવ્યા હતા.
ઈડીએ જણાવ્યું કે ચોકસીએ એન્ટીગુઆનો પાસપોર્ટ એ સમયે હાંસલ કર્યો હતો જ્યાં સુધી તેનો ભારતીય પાસપોર્ટ રદ થયો નહોતો. આ રીતે ભાગેડું વ્યવસાયીએ એક જ સમયમાં બબ્બે પાસપોર્ટ રાખ્યા હતાં જે ભારતીય કાયદા હેઠળ ગેરકાયદે છે. અહીં બે દેશની નાગરિકતાની પરવાનગી નથી. ઈડીના અધિકારીએ જણાવ્યું કે જો તે હજુ પણ ભારત ફરવા માગતો હોય તો તેની પાસે એન્ટીગુઆનો જે કાયદેસર પાસપોર્ટ છે તે તેના ઉપર યાત્રા કરી શકે છે.
જો તેની પાસે એક પણ પાસપોર્ટ ન હોય તો પણ તે ઈમરજન્સી યાત્રાના દસ્તાવેજ બનાવીને આવી શકે છે.
દરમિયાન ચોકસીએ એન્ટીગુઆમાં એક ગુપ્ત ઠેકાણા પરથી એક મેસેજમાં પોતે કંઈ પણ ખોટું કામ કયર્નિો ઈનકાર કર્યો હતો અને ઈડી પર ગેરકાયદેસર રીતે સંપત્તિ જપ્ત કરવાનો આરોપ લગાવ્યો છે. એક વીડિયો મેસેજમાં ભાગેડું ચોકસીએ એવું પણ કહ્યું કે તેના પાસપોર્ટને સ્પષ્ટીકરણ વગર જ રદ કરી દેવામાં આવ્યો છે. પાસપોર્ટ ઓથોરિટીએ મારા પાસપોર્ટને બતાવ્યા વગર જ રદ કર્યો છે જેનાથી મારી અવર-જવર પર રોક લાગી ગઈ છે. મને પાસપોર્ટ કાયર્લિયથી આ વર્ષે 16 ફેબ્રુઆરીએ એક ઈ-એમ,ળ મળ્યો જેમાં કહેવાયું કે મારો પાસપોર્ટ ભારતને સુરક્ષા ખતરાના કારણે રદ કરવામાં આવ્યો છે.

Comments

comments

VOTING POLL