મોંઘવારીનો વધુ એક ડોઝ આવશે: આરબીઆઈ વ્યાજદરમાં વધારો કરે તેવી સંભાવના

July 31, 2018 at 11:10 am


જથ્થાબંધ મોંઘવારીમાં સતત વધારાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કની ધીરાણનીતિ સમિતિ સતત બીજા ક્વાર્ટરમાં વ્યાજદરોમાં વધારો કરી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે સોમવારથી શ થયેલી સમિતિની બેઠકમાં ફરી એકવાર રેપો રેટ વધારવાનો નિર્ણય થઈ શકે છે.
આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલની અધ્યક્ષતામાં ધીરાણનીતિ સમિતિ નીતિગત વ્યાજદરોને લઈને 1 ઓગસ્ટે નિર્ણય કરશે. બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ જથ્થાબંધ મોંઘવારી અનુમાનથી વધુ હોવા અને જથ્થાબંધ મોંઘવારીમાં વધારાને કારણે આરબીઆઈ ઉપર વ્યાજદર વધારવાનું દબાણ છે. તેનું માનવું છે કે જૂનમાં આરબીઆઈની ધીરાણનીતિ સમિતિની બેઠક બાદ ફુગાવાને લઈને પરિદૃશ્ય ખરાબ થઈ રહ્યું છે.
આ ઉપરાંત ક્રૂડ ઓઈલની વધી રહેલી કિંમત, વૈશ્ર્વિક નાણાકીય બજારમાં ઉતાર-ચડાવ અને કૃષિ ફસલના ન્યુનત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી)માં વધારાથી મોંઘવારી વધુ ભડકવાની આશંકા છે.

Comments

comments

VOTING POLL