મોખા ચોકડી નજીક ટોલટેક્ષ ભરવા બાબતે ટ્રક ચાલકને માર માર્યો

April 15, 2019 at 9:49 am


મુંદરા તાલુકાના મોખા ટોલ નાકા નજીક ટોલ ટેક્ષ બાબતે ટ્રક ચાલકને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે તો સામા પક્ષે ટોલ નાકાના કર્મચારીએ પણ ઓવરલોડના પૈસા નહીં ભરી નાશી ગયેલ હોવાની ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની મળતી વિગતો મુજબ ટ્રક નં. જી.જે. ૩ બી.ટી. ૬૬૭૭ના ચાલક મદનલાલ ચનારામ જાટ મોખા ટોલ નાકેથી પસાર થયા બાદ આગળ જતાં અજાણ્યા આઠ ઈસમોએ પાછળ આવી ટ્રક રોકાવી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. તો સામા પક્ષે ટોલ નાકાના કર્મચારી રાજેશ આહિરે ટ્રક ચાલક વિરૂદ્ધ ઓવરલોડના પૈસા ભરવાનું કહેતાં ટ્રક લઈ નાશી જઈ તેની પાછળ જતાં છસરા પાટીયા પાસે ટ્રક ચાલકે ફરિયાદી તથા સાહેદને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. મુંદરા પોલીસે બન્ને પક્ષે સામસામે નોંધાવેલી ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL