મોટા કાંડાગરા ગામે બિહારના શ્રમજીવી યુવાનનો આપઘાત

February 11, 2019 at 9:13 am


પૂર્વ કચ્છમાં ચોરીના બનાવોની પરંપરા સજાર્ય છે તો પશ્ચિમ કચ્છમાં આપઘાતના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. મુંદરાના મોટા કાંડાગરા ગામે ર0 વર્ષના શ્રમજીવી યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યાનો બનાવ બન્યાે છે.

આ અંગે પોલીસમાંથી મળતી વિગતો એવા પ્રકારની છે કે મૂળ બિહારના અને હાલ મુંદરા તાલુકાના મોટા કાંડાગરા ગામે ભીખુભા જાડેજાના મકાનમાં ભાડેથી રહેતા મનૈયાના કુમાર અજયકુમારસિંહે આજે પોતાના ઘરમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

આકાશ નામદેવરામ મહેશ રામકે જે મૃતકના મિત્ર છે તેની ફરિયાદના આધારે મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નાેંધીને તપાસ શરૂ કરી છે.

એએસઆઇ હરેશભાઇ ચૌહાણે આ બનાવ અંગે તપાસ શરૂ કરી છે.

Comments

comments

VOTING POLL