મોટીભુજપુરમાં બે સગીર કન્યાનું અપહરણ કરાયું

April 14, 2018 at 8:58 pm


સમગ્ર મામલો પાેલીસ મથકે પહાેંચ્યો

મુન્દ્રા તાલુકાના મોટીભુજપુર ગામે બે સગીર કન્યાનું અપહરણ કરાયાના બનાવમાં મામલો પાેલીસ મથકે પહાેંચ્યો છે.

જાણવા મળતી વિગતાે મુજબ મોટીભુજપુર ગામના જયંતિભાઈ મગનભાઈ પટ્ટણીની સગીરવયની પુત્રીને સુરેશ રમેશ પટ્ટણી તેમજ સાહેદ રાજબાઈની પુત્રીને પાેપટ રણછોડ પટ્ટણી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી ગયો હતાે. આ બનાવમાં આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ક્યાંય પતાે ન મળતા આ સમગ્ર બનાવમાં મુન્દ્રા પાેલીસ મથકે ફરીયાદ નાેંધાવાઈ છે. જે આધારે પાેલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હજુ સુધી સગીરાનાે પતાે મળવા પામ્યો નથી. કોઈપણ વ્યક્તિને જાણ થાય તાે નજીકના પાેલીસ મથકે જણાવવા અપીલ કરાઈ છે.

Comments

comments

VOTING POLL