મોટી ખાવડીમાં યુવાનનું બ્રેઇન હેમરેજથી મૃત્યુ

May 22, 2018 at 1:09 pm


જામનગરના મોટી ખાવડી ખાતે રહેતા શિવજી હીરામલ શમાર્ (ઉ.વ.39) નામનો યુવાન બે દિવસ પહેલા પોતાના રૂમમાં બેભાન હાલતમાં પડેલા જોવા મળ્યો હતો દરમ્યાન સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે મરણગયાનું જાહેર કર્યુ હતું. દરમ્યાન પીએમ કરાવવામાં આવતા બ્રેઇન હેમરેજના કારણે મૃત્યુ થયાનું બહાર આવ્યુ હતું. આ બનાવ અંગે મનોજ બબન શમાર્ દ્વારા ગઇકાલે મેઘપર પોલીસમાં નાેંધ કરાવવામાં આવી હતી.

કાલાવડમાં છાતીમાં દુઃખાવાથી નિવૃત શિક્ષકનું મૃત્યુ

કાલાવડના ગોવિંદપરામાં રહેતા નિવૃત શિક્ષક મુકુંદરાય કાન્તીલાલ જોશી (ઉ.વ.65) ગઇકાલે બપોરના સુમારે જમવા જતા હતા ત્યારે અચાનક કારીગર ગરબી ચોક પાસે છાતીમાં દુઃખાવો ઉપડતા બેભાન થઇ ગયા હતા આથી તેઆેને સારવાર અથ£ હોસ્પીટલ લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસી મૃતક જાહેર કર્યા હતા. આ બનાવની જાણ કાલાવડ ટાઉન પોલીસમાં કિશનભાઇ જોશી દ્વારા કરવામાં આવી હતી.

નપાણીયા ખીજડીયામાં અકસ્માતે કુવામાં પટકાતા પરિણીતાનું મોત

કાલાવડના નપાણીયા ખીજડીયામાં ગઇકાલે કુવામાં જોવા જતા પરિણીતા અકસ્માતે કુવામાં પટકાતા ડુબી જવાના કારણે મૃત્યુ નિપજયુ હતું. કાલાવડના નપાણીયા ખીજડીયા ગામમાં રહેતા વિલાસબેન હસમુખભાઇ અકબરી (ઉ.વ.35) નામના પરિણીતા ગઇકાલે કુવાના કાંઠે પડેલા પથ્થર ઉપર ચડીને કુવામાં જોવા જતા અકસ્માતે અંદર પડી જતા પાણીમાં ડુબી જવાથી તેણીનું મૃત્યુ નિપજયુ હતું બનાવની જાણ હસમુખ નાગજીભાઇ અકબરી દ્વારા ગ્રામ્ય પોલીસમાં કરવામાં આવી હતી.

Comments

comments