મોટી માટલીમાં ગંજીફા વડે જુગાર રમતા છ શખ્સ પકડાયા

May 10, 2019 at 10:32 am


કાલાવડના મોટી માટલી ગામની નવી સ્કુલની પાછળના વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા છ શખ્સોને રોકડ અને ગંજીપતા સાથે પકડી લેવામાં આવ્યા હતા. કાલાવડ તાલુકાના મોટી માલી ગામની સ્કુલ પાછળ જાહેરમાં કેટલાક શખ્સો ગંજીફા વડે તીનપતીનો જુગાર રમે છે એવી બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી દરમ્યાનમાં તીનપતીનો જુગાર રમતા મોટી માટલીના અકબર બોદુ જોખીયા, રજાક ઇસુબ જોખીયા, ફારૂક દોસમામદ જોખીયા, મોરબી દરવાજા પટેલ વાડી હળવદ ખાતે રહેતા ઇનુસ રજાક ગજાણ, મોટી માટલીના રહીમ બોદુ જોખીયા અને યુનુસ સુમાર રાઠોડ આ છ શખ્સોને રોકડ 5840 તથા પટ્ટમાથી 1110 તથા ગંજીફા વડે દબોચી લીધા હતા.

Comments

comments

VOTING POLL