મોડપરના કિલ્લામાં સુરગં ખોદાવા પાછળ રાયનું પુરાતત્વખાતું જવાબદાર!

May 25, 2019 at 2:04 pm


Spread the love

પોરબંદરથી ૩૫ કિ.મી. દૂર બરડાડુંગર ઉપર આવેલ ઐતિહાસિક મોડપરના કિલ્લાની જેલમાં ખજાનો દટાયો હોવાની શકયતાના આધારે અથવા મૂર્તિઓ અને કોતરણી સહિત શિલ્પોને વેચી મારવા માટે કે પછી અન્ય કોઈ કારણોસર રાત્રીના સમયે કેટલાક શખ્સોએ ૧૫ ફટ ઉંડી અને ૧૦ ફટ લાંબી સુરગં ખોદી નાખી છે, તેને વર્ષેા વિતી ગયા હોવા છતાં પુરાતત્વખાતાના નિંભર અધિકારીઓ હજુ સુધી ફરકયા નથી,
દરવાજો ચોરાયા બાદ સુરગં ખોદાઈ
અંદાજે સાડા ત્રણસો વર્ષ પહેલા બનાવાયેલ બરડા ડુંગર પરના મોડપરના કિલ્લાની અત્યતં જીર્ણશીર્ણ હાલત છે અને આ કિલ્લો નામશેષ થવાને આરે પહોંચી ગયો છે ત્યારે કમનસીબી એ છે કે તેના કિલ્લાના દરવાજા પણ ચોરાઈ ગયાના તસ્વીર સાથેના અહેવાલો અગાઉ રજુ થયા હોવા છતાં પોતાની ફરજમાં બેદરકારી બજાવીને પુરાતત્વખાતાના અધિકારીઓએ તેની પણ દરકાર નહીં લેતા ત્યારબાદ આ કિલ્લાની અંદર રાત્રીના સમયે ખોદકામ કરીને ત્યાં જૂની જેલમાં ૧૫ ફટ ઉંડી અને ૧૦ ફટ જેટલી લાંબી સુરગં ખોદી નાખવામાં આવી હોવાનું ચોંકાવનારૂં તથ્ય બહાર આવ્યું હતું. આ કિલ્લામાં રાજાનો ખજાનો દટાયો હોવાની આશંકા સાથે અથવા તો કલાત્મક મૂર્તિઓ અને કોતરણી ખોદકામ દરમિયાન નીકળે તો વહેંચી મારવાના ઈરાદે ચોક્કસ તત્વોની ટોળકી દ્રારા ખોદકામ થઈ રહ્યું હોવાના પુરાવાઓ સાંપડા હતા. જેમાં રાત્રીના સમયે ખોદકામ થતું હોય તેવું એટલા માટે જણાઈ રહ્યું હતું કે, ત્યાં લાકડાના ટુકડાઓ સળગાવીને અજવાળુ કરવામાં આવ્યું હોય તેવા પુરાવાઓ ઉપરાંત પાણીના ૫૦ જેટલા પાઉચની કોથળીઓ પણ મળી આવી હતી. જેના ઉપરથી એવું જણાય છે કે અહીંયા એક થી વધુ શખ્સોનું આ કારસ્તાન છે અને તેઓના દ્રારા સુરગં ખોદવા પાછળનો હેતુ શું છે ? તે સ્પષ્ટ્ર થતું નથી. અહીંયા એવી લોકવાયકા છે કે, રાજાએ પોતાનો ખજાનો જેલની અંદર દાટો છે તેથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ? કોઈએ ખોદકામ કરીને ખજાનો કાઢી લીધો છે ? તેવા અનેક પ્રશ્નો અહીંયા ફરવા આવતા પ્રવાસીઓના માનસપટ ઉપર ઉભા થયા હતા.
કિલ્લાની જર્જરીત હાલત અંગે રજુઆત
મોડપરના આ કિલ્લાની હાલત ખુબ જ જર્જરીત જોવા મળે છે, તેના મોટાભાગના વિભાગો તુટી–ફત્પટી ગયા છે, દરવાજો અડધો ચોરાઇ ગયો અથવા કયાંક ગુમ કરી દેવાયો હોવાનું પણ અહીં આવતા પ્રવાસીઓ નિહાળીને અનુભવે છે એટલું જ નહીં પરંતુ આ કિલ્લામાં ચારેબાજુ ઉંચી રાંગવાળા ગઢ છે તેમાંથી માત્ર એક ગઢની ઉપર જ હવે ચડી શકાય છે બાકીના ત્રણે–ત્રણ ગઢ ભાંગી ગયા છે અને ઐતિહાસિક કોતરણીવાળા આ કિલ્લામાં મોટાભાગનું બાંધકામ જીર્ણશીર્ણ થઇને ખંડેર હાલતમાં ફેરવાઇ ગયું છે અને અમુક વિભાગો તો એવા છે કે, તેમાં અંદર જવામાં પણ પ્રવાસીઓના જીવનું જોખમ જણાય છે તેમ છતાં પુરાતત્વ ખાતાએ આ બાબતને ગંભીરતાથી લીધી નથી, તેથી આ પરિસ્થિતિ ઉભી થઈ છે.