મોડીસાંજે મહત્પવાના દરિયા કિનારે ટકરાશે ‘વાયુ’ : ૨૦ હજાર લોકોનું સ્થળાંતર

June 12, 2019 at 2:55 pm


અરબી સમુદ્રમાં વેરાવળથી દક્ષિણ–પૂર્વની દિશામાં આગળ ધપી રહેલું વાવાઝોડુ આજે સાંજ સુધીમાં ભાવનગર જિલ્લાના મહત્પવાના દરિયા કિનારે ટકરાય તેવી પૂર્ણ સંભાવનાઓ જોવાઇ રહી છે. આ સંજોગોમાં જિલ્લાનું વહિવટી તત્રં હાઇએલર્ટ પર છે અને આજે મહત્પવા, રાજુલા તથા તળાજાની દરિયાઇ પટ્ટીના ગામોમાંથી બપોર સુધીમાં ૨૦ હજાર લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામા આવ્યા છે. વેરાવળથી તેજ ગતિએ ૧૦૦ થી ૧૨૦ કિ.મી.ની ઝડપે આગળ ધપી રહેલું વાવાઝોડુ ‘વાયુ’ આજે સાંજે પાંચ વાગ્યા પછી ગમે ત્યારે મહત્પવાના દરિયા કિનારે ત્રાટકે તેવું અનુમાન છે. જો કે, ભાવનગરમાં તંત્રએ જે રીતના પગલાઓ ભર્યા છે એ જોતા વાવાઝોડાથી મહત્તમ નુકશાન ટાળી શકાશે.

વાવાઝોડુ ‘વાયુ’ બે દિવસ સુધી મહત્પવા, તળાજા તથા ઘોઘા અને ભાવનગરના દરિયાઇ પટ્ટીના વિસ્તારને ઘમરોળે તેવી સંભાવના છે. આ સંજોગોમાં ભારેથી અતિભારે વરસાદ તથા ૧૦૦ થી ૧૨૦ કિ.મી.ની ઝડપે પવન ફત્પંકાવાની આગાહી છે. જેના કારણે સમુદ્રમાં મોટા મોજા ઉછળી કિનારે રહેતા લોકોને નુકશાન પહોંચાડે તેવી વકી છે. આથી વહિવટી તત્રં દ્રારા આજે કાંઠા પરના નીચાણવાળા વિસતારના તથા છાપરા કે કાચા મકાનોમાં રહેતા અને ભારે વરસાદના પગલે તુટી પડે તેવી મિલકતોમાં રહેતા તમામ લોકોનું સુરક્ષિત જગ્યાએ આજ સાંજ સુધીમાં સ્થળાંતર કરવા તંત્રએ બીડુ ઝડપ્યું છે જેમાં આજ બપોર સુધીમાં ૨૦ હજારથી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે. આ લોકો માટે ચા, નાસ્તો તથા જમવાની વ્યવસ્થા તથા પીવાનું પાણી પહોંચતુ કરવાની જવાબદારી તંત્રના જુદા જુદા વિભાગોને સોંપવામા આવી છે તથા આશ્રય સ્થાનોમાં લાઇટ, પીવાનું પાણી અને ટોયલેટની વ્યવસ્થા ઉપરાંત લોકોને સુવા માટે ગાદલા, ગોદડાની વ્યવસ્થા પણ તંત્રના શીરે છે.

વાવાઝોડુ ‘વાયુ’ ૧૦૦થી વધુ કિ.મી.ની તીવ્ર ઝડપે આગળ ધપી રહ્યું છે અને સાંજે પ વાગ્યા પછી ગમે ત્યારે મહત્પવાના દરિયા કિનારે ટકરાશે તેવું તંત્રને અનુમાન છે. જો કે, મહત્તમ નુકશાન ટાળવા વહિવટી તંત્રએ તમામ પગલાઓ ભયા છે. આ ઉપરાંત સ્થિતિ અને સંજોગ મુજબ કાર્યવાહી માટે પણ તત્રં સજ છે. રાહત કામ માટે રાજય સરકારે ભાવનગરને એનડીઆરએફની બે અને એસડીઆરએફની એક ટૂકડી સાધનો સાથે ફાળવી છે. જેને હાલ મહત્પવામાં તૈનાત રખાઇ છે. મહત્પવા ઉપરાંત તળાજા, ઘોઘા અને ભાવનગર ગ્રામ્યના દરિયાઇ પટ્ટી તથા ભાલ પંથકનાં કેટલાક ગામોને વાવાઝોડુ વાયુ અસર કરે તેવી સંભાવનાઓ જોવાઇ રહી છે આથી ગ્રામ્યજનોને એલર્ટ કરી સુરક્ષિત સ્થળોએ ખસેડવામા આવી રહ્યાં છે.

Comments

comments

VOTING POLL