મોદીની જીતને સતત બીજા દિવસે વધાવતું શેરબજાર: સેન્સેક્સ 400 પોઈન્ટ ઉછળ્યો

May 24, 2019 at 11:09 am


લોકસભા ચૂંટણીમાં એનડીએને પ્રચંડ બહમતિ મળ્યાના સતત બીજા દિવસે પણ શેરબજારમાં જોરદાર તેજીનું વાવાઝોડું ફુંકાયું હતું અને સેન્સેક્સ ઉઘડતી બજારે જ 400 પોઈન્ટ ઉછળ્યો હતો. આ ઉપરાંત નિફટીમાં પણ નોંધપાત્ર તેજી જોવા મળી રહી છે. મોદીની બમ્પર જીતથી ઉત્સાહિત બજારે ગઈકાલે જ 40 હજારનો ઐતિહાસિક આંકડો હાંસલ કરી લીધો હતો. જો કે લોકસભા ચૂંટણીપરિણામમાં એકલા ભાજપ્ને બહમતિ મળવાથી શેરબજારમાં આવેલો ઉછાળો કારોબાર બંધ થવા સુધી ઘટાડામાં તબદીલ થઈ ગયો હતો. જો કે આજે ફરી પાછો સેન્સેક્સે ગતિ પકડી લઈ આગેકૂચ શ કરી છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 264 પોઈન્ટના ઉછાળા સાથે 39156 ઉપર અને નિફટી 90 પોઈન્ટના ઉછાળા સાથે 11769 ઉપર કારોબાર કરી રહ્યો છે.

શઆતના કારોબારમાં 22 કંપ્નીઓના શેર પોઝીટીવ તો આઠ કંપ્નીઓના શેર નેગેટિવ કારોબાર કરી રહ્યા છે. જે શેરમાં તેજી જોવા મળી રહી છે તેમાં એલએન્ડટી, ભારતી એરટેલ, બજાજ ફાયનાન્સ, એશિયન પેઈન્ટસ અને આઈસીઆઈસીઆઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બીપીસીએલ, આઈઓસી, બજાજ સહિતના શેરો પણ આગેકૂચ કરી રહ્યા છે.

જો કે ઓએનજીસી, બજાજ ઓટો, એચસીએલ, હિન્દુસ્તાન લીવર, કોલ ઈન્ડિયા, વેદાંતા લિમિટેડ, ટાઈટન અને હિન્ડાલ્કોના શેર તૂટયા છે.

Comments

comments