મોદીનું ટ્વિટ: લોકતંત્ર માટે આજે ખૂબ જ મહત્વનો દિવસ છે, સમગ્ર દેશની નજર અમારા પર

July 20, 2018 at 10:33 am


સાસંદનાં ચોમાસા સત્રનો આજે ત્રીજો દિવસ છે જે ખૂબ જ મહત્વનો છે. ચાર વર્ષથી બહુમતીવાળી સરકાર ચલાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે સાંસદમાં પહેલી વખત અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડશે. સમગ્ર દેશની નજરો આજે આ વાત પર અટકી છે કે આજે લોકસભામાં શું થશે? આજે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી એક-બીજા પર પ્રહારો કરતા જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવાર સવારમાં ટ્વીટ કરીને ભાજપ્નાં કાર્યકતર્ઓિને નિવેદન કર્યું છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા કહ્યું કે અમારા સાંસદીય લોકતંત્ર માટે આજે ખૂબ જ મહત્વનો દિવસ છે. હું એ આશા રાખુ છું કે મારા સાંસદ આ અવસર પર આવશે અને સકારાત્મક ડિબેટમાં ભાગ લેશે અને કોઈ પણ વિવાદાસ્પદ ડિબેટમાં ભાગ નહીં લે. મોદીએ ટ્વીટમાં લખ્યું કે આ બધાનો શ્રેય દેશની જનતા અને કાયદો ઘડનારા લોકોને જાય છે. મોદીએ આગળ લખ્યું કે સમગ્ર ભારત આજે અમને ખૂબ નજીકથી જોઈ રહ્યું છે.

Comments

comments

VOTING POLL