મોદીને હરાવવા માટે ઇસ્લામિક દેશો કરોડોનું ફંડ આપે છે: રામદેવનો આરોપ

April 18, 2019 at 11:21 am


લાંબા સમય સુધી રાજકીય નિવેદનોથી અળગા રહેતા યોગ ગુરુ બાબા રામદેવ એક વાર ફરીથી સક્રિયા થયા છે. લોકસભા ચૂંટણીને લઇને ખુલીને તેઓ વડાપ્રધાન મોદી અને બીજેપીનું સમર્થન કરતા નજરે ચડે છે. રાજસ્થાનના જોધપુરમાં બુધવારે બાબા રામદેવે કહ્યું હતું કે, મોદીને હરાવવા માટે ઇસ્લામીક દેશો કરોડોનું ફંડ આપી રહ્યા છે.

બાબા રામદેવે કહ્યું હતું કે, દેશની અંદર અને બહાર રાષ્ટ્રવિરોધી તાકતો અને કેટલાક ઇસાઇ અને ઇસ્લામિક દેશો મોદીને સત્તામાં આવવાથી રોકવા માટે હજારો કરોડો રૂપિયાનું ફંડ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા બાબા રામદેવે કહ્યું હતું કે, લોકોને બીજેપી માટે મતદાન કરવું જોઇએ. કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોરના ઉમેદવારી પત્ર માટે જયપુર પહોંચેલા યોગ ગુરુએ કહ્યું હતું કે, જો ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થા અને દેશને આગામી 20-25 વર્ષોમાં સુપર પાવર બનાવવો હશે તો આપણે કોઇપણ પ્રકારે મોદીને મજબૂત બનાવવા પડશે. આ દેશ તેમના હાથોમાં સુરક્ષિત છે.
ચૂંટણી શરૂ થયા પહેલા બાબા રામદેવ રાજકીય નિવેદનોથી અંતર રાખી રહ્યા હતા. જોકે, 2014માં સામાન્ય ચૂંટણી દરમિયાન તેમણે ખુલ્લીને બીજેપીના પક્ષનો પ્રચાર કર્યો હતો.

Comments

comments

VOTING POLL