મોદીનો આગામી 25 વર્ષ સુધી કોઈ મુકાબલો કરી શકશે નહીં: શિવસેના

May 24, 2019 at 10:55 am


Spread the love

લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ્ના નેતૃત્વયુક્ત એનડીએ ને સત્તા જાળવા રાખવામાં સફળતા મળી છે. આ સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ્ની સહયોગી પાર્ટી શિવસેના જણાવ્યું કે, નરેન્દ્ર મોદીનો આગામી 25 વર્ષ સુધી મુકાબલો કરી શકશે નહીં.

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેનાએ પાંચ વર્ષ દરમિયાન કેટલીયે વાર ભાજપ્ની ટીકા કરી હતી. જોકે, ચૂંટણી પૂર્વ બંને પાર્ટીએ રાજીખુશીથી ગઠબંધન કર્યું હતું.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, રફાલ યુદ્ધ વિમાન સંદર્ભે વિપક્ષોએ લોકોમાં ભ્રમ ફેલાવ્યો છે, એનો જડબાતોડ જવાબ આજે મળ્યો છે. રાઉતે મીડિયા સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું કે, આખો દેશ મોદીમય છે. હકીકત સ્વીકારવાની સાથે, આજનો જનાદેશ દશર્વિે છે કે આગામી 25 વર્ષ સુધી મોદીનો કોઈ મુકાબલો કરશે નહીં. દેશે આગામી વર્ષ માટે ફરી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે. એ પાંચ વર્ષમાં દેશને આગળ લઈ જશે.