મોદી અને ગોગોઈએ કહ્યું, હવે કોઈ પૂજાસ્થળના વિવાદ માટે તૈયાર નથી દેશ

November 11, 2019 at 10:47 am


અયોધ્યા ચુકાદામાં એક બાજુ જ્યાં કોર્ટની અંદર સર્વસંમતિ સધાઈ હતી તો બીજી બાજુ સરકાર, અદાલત અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો વિચાર પણ એક સરખો જ દેખાયો હતો. અલગ અલગ શબ્દોમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરસંઘચાલક મોહન ભાગવતે સ્પષ્ટ કહી દીધું હતું કે વિવાદોને પાછળ છોડીને હવે આગળ વધવાનો સમય છે. સ્પષ્ટ રીતે આ સંકેત સીધો મથુરા અને કાશી સાથે જોડાયેલો દેખાઈ રહ્યાે છે.
શનિવારે ચુકાદો વાંચતી વખતે જસ્ટિસ ગોગોઈએ 1991ના પૂજા સ્થળ કાયદાનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે સંસદનો આ કાયદો સ્પષ્ટ કરે છે કે 15 આેગસ્ટ 1947ના દિવસે પૂજા સ્થળની જે સ્થિતિ તેમાં કોઈ ધામિર્ક ફેરફાર કરવાની પરવાનગી આપી ન શકાય. એટલું જ નહી આ સાથે જોડાયેલા કાનૂની કેસને પણ ખતમ કરવામાં આવશે. માત્ર રામ જન્મભૂમિ-બાબરી મિસ્જદને તેનાથી છૂટ હતી એટલે કે હવે તેમણે ઈશારો કરી દીધો હતો કે કોર્ટ હવે આવા કોઈ મુદ્દાને સાંભળવા માટે તૈયાર નથી.
મોહન ભાગવતે પણ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કરી દીધુંહતું કે સંઘ આંદોલન નથી કરતો, રામમંદિર આંદોલનમાં જોડાવું એક અપવાદ હતો. સ્પષ્ટ છે કે સંઘ કોઈ અન્ય આંદોલન વિશે વિચારી રહ્યાે નથી.
દેશના નામે કરાયેલા સંબોધનમાં મોદીએ અત્યંત બારીકાઈથી સંદેશ આપ્યો હતો કે હવે દેશમાં કટુતા માટે સ્થાન નથી. એટલું જ નહી તેમણે એવું પણ કહ્યુંકે હવે નવા ભારતના નિમાર્ણ માટે સૌએ એક થવાની જરૂર છે.

Comments

comments