મોદી કાલે જૂનાગઢમાં: ચકલું પણ ન ફરકે તેવું સુરક્ષા કવચ

August 22, 2018 at 11:46 am


જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલ, પોલીટેકનીક ઈન એગ્રો પ્રોસેસિંગ બિલ્ડિંગ, નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશન, સાબલપુર ખાતે નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ, ટાઉનહોલ લોકાર્પણ, સોરઠ દૂધ ઉત્પાદન સંઘના ખાખરડા ખાતેના મિલ્ક પ્લાન્ટ સહિતના પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરાશે. પીટીશી ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા સંબોધશે. સીએમ પાણી સહિત મંત્રી મંડળની ટીમ જૂનાગઢમાં ઉપસ્થિત રહેશે.
જૂનાગઢમાં આવતીકાલે તા.23 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બપોરે બીલખા રોડ સ્થિત પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પરિસરમાં તૈયાર કરેલ હેલીપેડ ખાતે પહોંચી પીટીસી ગ્રાઉન્ડ ખાતે સભા સ્થળે પહોંચશે. આવતી કાલે પીએમ નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત સીએમ વિજયભાઈ પાણી, આરસી ફળદુ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રભારી જયેશ રાદડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જિલ્લાભરમાંથી ભાજપ્ના આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.
બપોરે વડાપ્રધાન દ્વારા પીટીસી ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રાજકીય આગેવાનો, સાધુસંતો, જનમેદનીને જાહેરસભાના માધ્યમથી સંબોધન કરશે જેને સોરઠવાસીઓ અનેરી ઉત્કંઠતા જાગી છે. આ ઉપરાંત જાહેરસભામાં વડાપ્રધાનના હસ્તે જીએમઈઆરએસ સંચાલિત મેડિકલ કોલેજનાં પરિસરમાં તૈયાર થયેલ નૂતન સિવિલ હોસ્પિટલ (250 કરોડના ખર્ચે)ના ભવનનું લોકાર્પણ થશે. સાથો સાથ જૂનાગઢ શહેરના વિકાસમાં નવું રિનોવેટેડ થઈ તૈયાર થયેલ રૂ.3.68 કરોડના ખર્ચે અદ્યતન એવા શામળાદાસ ગાંધી ટાઉન હોલનું લોકાર્પણ તથા સાબલપુર ખાતે 416 લાખના ખર્ચે નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉ5રાંત જૂનાગઢથી મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના ા.60 કરોડના ખર્ચે થનર બ્યુટિફિકેશન કામ અંતર્ગત ા.20.79 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહર્ત કરવામાં આવશે. તો કૃષિ યુનિવર્સિટી પરિસરમાં ા.552 લાખના ખર્ચે નવનિર્મિત પોલિટેકનીક ઈન એગ્રો પ્રોસેસિંગ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લામાં કાર્યરત અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન રૂ.1460નો ખર્ચ ફીશરિઝ કોલેજ ભવન તથા 457 લાખના ખર્ચે સરસ્વતી ગર્લ્સ હોસ્ટેલ ભવન વગેરેનું રિમોટ ક્ધટ્રોલથી લોકાર્પણ કરવામાં આવશે.
પીએમના આગમનના પગલે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાના માર્ગદર્શન તળે જૂનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર, ભાવનગર, રાજકોટ, ગાંધીનગર સહિતની પોલીસની ટીમો એસપીજી કમાન્ડોના નિદર્શન તળે સભાસ્થળથી લઈ કાર્યક્રમ સ્થળ સુધી પોલીસ બંદોબસ્તથી શહેર અભેદ્ય કિલ્લેબંધીમાં ફેરવાઈ ચૂકયું છે.
કલેકટર ડો.સૌરભ પારઘીના માર્ગદર્શન તળે અધિક કલેકટર બારિયા, ડીડીઓ પ્રવીણ ચૌધરી, રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી, એસપી સૌરભ સિંઘ, કમિશનર પ્રકાશ સોલંકી, નાયબ કમિશનર નંદાણિયા સહિતના અધિકારીઓની દેખરેખ હેઠળ કલેકટર તંત્ર, કોર્પોરેશન તંત્ર દ્વારા કામગીરીની દેખરેખ રાખવામાં આવી રહી છે.

Comments

comments