મોદી સરકારની આજે પ્રથમ કેબિનેટની બેઠક

June 12, 2019 at 10:50 am


મોદી સરકારના નવા મંત્રીઓની પહેલી બેઠક આજે યોજાશે. જેમાં વડાપ્રધાન મોદી સરકારની માર્ગરેખા નકકી કરે તેવી શકયતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રીઓની ભૂમિકા નકકી કરશે અને જે તે મંત્રાલયના પ્રધાનોને તેમના વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીઓને પુરતી જવાબદારી સોંપવા જણાવશે.

મોદી સરકારનાં આગામી પાંચ વર્ષ માટેનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવે તેવી પણ શકયતા છે. મોદી મંબીઓને આ મુદ્દે જરી નિર્દેશ આપશે. ઉલ્લેખનીય છે કે, મોદી અગાઉ મહત્વના મંત્રાલયો અને સેકટર્સની કામગીરીની સમીક્ષા કરતા હતાં. કેન્દ્રીય કેબિનેટની બેઠક બુધવારે પ્રધાનોના જૂથની બેઠક પહેલાં મળશે. આગામી સપ્તાહથી સંસદના સત્રની શઆત થઈ રહી છે ત્યારે મોટાભાગના મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રીઓની ભૂમિકા મહત્વની રહેશે. મોટાભાગના મંત્રાલયમાં તેમની જવાબદારી સંસદમાં પૂછાતા પ્રશ્ર્નોનો જવાબ આપવાની હોય છે. ખાસ કરીને જે પ્રશ્ર્નોના મૌખિક જવાબ આપવાના હોય તે કામગીરી કેબિનેટ મંત્રી સંભાળે છે. પહેલી કેબિનેટ મીટિંગમાં મોદી સરકારે તમામ ખેડૂતોને આવરી લેવાના હેતુ સાથે પીએમ-કિસાન સ્કીમનો વ્યાપ વધારવાની દરખાસ્તને મંજુરી આપી હતી.

Comments

comments

VOTING POLL