મોદી સરકારને ગબડાવવા માઆેવાદી સક્રિય થયા છે

August 31, 2018 at 8:07 pm


માઆેવાદીઆેના શુભચિંતકોની સામે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ દેશભરમાં છેડાયેલી જોરદાર ચર્ચા વચ્ચે મહારા»ટ્ર પાેલીસે આજે કાર્યવાહીને યોગ્ય ગણાવી હતી. મહારાષ્ટ્રના એડીજી (કાયદો અને વ્યવસ્થા) પરમવીરિંસહે આજે કહ્યું હતું કે, માઆેવાદીઆેની સામે કાર્યવાહી પુરાવાના આધાર પર કરવામાં આવી છે. દરોડા દરમિયાન કેટલાક મહત્વના દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે. પાેલીસે આક્ષેપ કરતા કહ્યું છે કે, માઆેવાદીઆેના કાવતરા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને બગાડીને સરકારને ગબડાવી દેવાની રહી છે. એક ત્રાસવાદી સંગઠન પણ આ કાવતરામાં માઆેવાદીની સાથે હોવાનાે દાવો કરવામાં આવ્યો છે. મહારા»ટ્ર પાેલીસે માઆેવાદીઆેના કેટલાક પત્રો જાહેર કરતા આક્ષેપ કયોૅ હતાે કે, માઆેવાદી મોદી રાજને ખતમ કરવા માટે હથિયારો અને ગ્રેનેડ ખરીદવા ઇચ્છુક હતા. માઆેવાદી એમ-4 ગ્રેનેડ લોન્ચરના ચાર લાખ રાઉન્ડ ખરીદવા ઇચ્છુક હતા. માઆેવાદીઆેની પાસે પહેલાથી જ રશિયામાં બનેલા જીએમ-94 ગ્રેનેડ લોન્ચર રહેલા છે. એક અન્ય પત્રમાં રાજીવ ગાંધી જેવી ઘટનાનાે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્રોમાં કાશ્મીરી કટ્ટરપંથીઆેની સાથે મળીને હુમલા કરવાની વાત કરવામાં આવી છે. િંસહે કહ્યું હતું કે, દરોડાની કાર્યવાહી દરમિયાન વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જે સાબિત કરે છે કે, કાયદો અને વ્યવસ્થાને બગાડવા માટે યોજના તૈયાર થઇ રહી હતી. મોદી સરકારને ગબડાવવાના પ્રયાસ થઇ રહ્યાા હતા. દરોડાની કાર્યવાહીને લઇને વિડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. વિડિયો ગ્રાફીને લઇને તમામ બાબતાેને ધ્યાનમાં લેવામાં આવી છે. પરમવીરિંસહે સુધા ભારદ્વાજના એક પત્રને વાંચીને કહ્યું હતું કે, આ પત્રમાં તેવી બાબતાેનાે ઉલ્લેખ છે. તેમણે ઉમેર્યું હતું કે, 8મી જાન્યુઆરીના દિવસે તપાસ શરૂ થઇ હતી. છઠ્ઠી માર્ચના દિવસે આ કેસમાં બીજા બે નામ સપાટી ઉપર આવ્યા હતા જેમાં સુરેન્દ્ર ગાડલીન અને રોના વિલ્સનનાે સમાવેશ થાય છે.

તપાસ બાદ પાેલીસ એવા તારણ ઉપર પહાેંચી હતી કે, આગળ કાર્યવાહી થઇ શકે છે જેથી 17મી એપ્રિલના દિવસે છ જગ્યાએ દરોડા પડાયા હતા અને આના ભાગરુપે દિલ્હીમાં રોના વિલ્સન, નાગપુરમાં ગાડલીંગ, સુધીર ધવલેને ત્યાં મુંબઈમાં અને અન્યત્ર દરોડા પડાયા હતા. પુરાવાને ફોરેÂન્સક તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. તપાસમાં એવી માહિતી મળી હતી કે, ખથુબ મોટુ કાવતરુ ઘડવામાં આવી રહ્યું હતું. આતંકવાદી સંગઠનાે પણ આમા સામેલ હતા. પાેલીસના કહેવા મુજબ મામલામાં તપાસ 8મી જાન્યુઆરીના દિવસે શરૂ થઇ હતી. ત્યારબાદ છ લોકોની સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવેલા કવિ વરવરા અને અન્યાેના સંબંધ માઆેવાદીઆે સાથે હોવાના અહેવાલને સમર્થન મળ્યું છે.

Comments

comments

VOTING POLL