મોબાઇલ પર નહીં થાય અણગમતા કોલ-એસએમએસનો હુમલો: બે આઈટી કંપનીએ કાઢ્યો રસ્તો

August 28, 2018 at 11:26 am


દેશની ટોચની ટેકનીકલ કંપ્ની ટેક મહિન્દ્રાએ અમેરિકન કંપ્ની માઇક્રોસોફ્ટ સાથે મળીને અણગમતા કોલ્સથી મુક્તિ અપાવવાનો નિર્ણય લીધો છે. ટેક મહિન્દ્રાએ આ દિશામાં કામ કરવા માટે સોમવારે માઇક્રોસોફ્ટ સાથે એક કોન્ટ્રાક્ટ કર્યો છે. કંપ્નીની જાહેરાત પ્રમાણે ટ્રાઇએ દૂરસંચારની સ્વસ્થ વ્યવસ્થા બનાવવા માટે ડિસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી (ડીએલટી) આધારિત સમાધાન તૈયાર કરવા માટે ટેક મહિન્દ્રાએ માઇક્રોસોફ્ટ સાથે હાથ મેળવ્યો છે.
બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત અને માઇક્રોસોફ્ટ અઝુરે પર નિર્મિત આ સમાધાનનું લક્ષ્ય આખા દેશમાં અનવોન્ટેડ કોલ અને એસએમએસની સમસ્યાને દૂર કરવાનું છે. ટ્રાઇએ સ્પષ્ટતા કરી છે કે આ સ્પામ કોલ આખા દેશમાં દૂરસંચાર ઉપભોક્તાઓ માટે મોટી સમસ્યા છે અને એના પર અંકુશ મેળવવા માટે ભાગીદારો સાથે મળીને કામ ચાલી રહ્યું છે.
ટેક મહિન્દ્રાના ગ્લોબલ પ્રેકટિસ લીડર (બ્લોકચેન) રાજેશ ધુડ્ડુએ કહ્યું છે કે ડિસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી (ડીએલટી) આધારિત આ સમાધાન લોકોને વણજોઇતા કોલથી મુક્તિ અપાવશે. કંપ્નીએ કહ્યું છે કે ડીએલટી આધારિત આ સમાધાન સિસ્ટમમાં સંકળાયેલા તમામ સંબંધિત પક્ષોને બ્લોકચેમાં લાવે છે જેના કારણે દૂરસંચાર સેવા આપતી કંપ્નીઓ તેમજ ટેલિમાર્કેટિંગ કંપ્નીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાય છે.

Comments

comments

VOTING POLL